જાણો ઘરમાં એક્વેરીયમ કઈ દિશામાં રાખવું અને કેટલી હોવી જોઈએ તેમાં માછલી

PC: top5ten.com

આજકાલ ઘરમાં એક્વેરીયમ એટલે કે નાનું માછલી ઘર રાખવાનું ચલણ વધ્યું છે. લોકો રંગબેરંગી માછલીઓને ઘરમાં રાખતાં હોય છે. સોનેરી રંગની માછલીઓને ઘરમાં રાખવાથી શુભતા ઘરમાં આવે છે તેવું માનવામાં આવે છે. કેટલાક લોકો એવું પણ માને છે કે માછલીઘરમાં ફરતી માછલીઓ માનસિક તાણ ઘટાડે છે. પરંતુ ફેંગશૂઈ શાસ્ત્ર અનુસાર આ માછલીઓ ધનને આકર્ષિત કરે છે.

ફેંગશૂઈ અનુસાર ઘરમાં એક્વેરીયમ રાખવાથી અનેક લાભ થાય છે. જેમકે આ માછલીઓ ઘરના મુખ્ય વ્યક્તિ પર આવતી સમસ્યાઓને પોતાના પર લઈ લે છે. ઘરમાં રાખેલું એક્વેરીયમ સુખ-સમૃદ્ધિ લાવે છે. ઘર માટે શુભ ગણાતા એક્વેરીયમમાં સોનેરી અને કાળી માછલી રાખવાની હોય છે. જેમાં સોનેરી માછલીઓની સંખ્યા 8 અને કાળી માછલીની સંખ્યા 1 હોવી જોઈએ.

ઘરમાં એક્વેરીયમ રાખવાથી અનેક લાભ થાય છે. પરંતુ આ લાભ ત્યારે જ થાય જ્યારે તેને નિયમાનુસાર રાખવામાં આવે. એક્વેરીયમ પણ ઘરમાં યોગ્ય દિશામાં રાખવું જરૂરી છે. તેને ક્યારેય મુખ્ય દરવાજાની નજીક ન રાખવું. એક્વેરીયમ માટે શ્રેષ્ઠ સ્થાન ઉત્તર-પૂર્વ દિશા છે. જો આ સ્થાન ખાલી ન હોય તો તેને ઘરની ઉત્તર દિશામાં ગોઠવવું.

એક્વેરીયમ જલ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જેના કારણે ઘરમાં પ્રેમ, સંપત્તિ, સફળતામાં વૃદ્ધિ થાય છે. ફેંગશૂઈમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે એક્વેરીયમ ઘરમાં રાખવાથી જ પારિવારિક અશાંતિ દૂર થવા લાગે છે. નાની-નાની માછલીઓ ઘરના સભ્યો પરની મોટી મોટી મુસીબતોને દૂર કરી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp