ગુજરાતના આ શહેરમાં કેસ વધતા શાકભાજી માર્કેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો

PC: youtube.com

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો. ઉતરાયણનો તહેવાર ગયા બાદ પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ વધી હતી અને બીજી લહેર કરતા પણ વધારે પોઝિટિવ કેસો 24 કલાકમાં સામે આવી રહ્યા હતા કે, 24 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો 24 કલાકમાં નોંધાયા હતા પરંતુ હવે આ કેસમાં ઘટાડો થયો છે અને 15થી 16 હજાર કેસ પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. તો હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 1 લાખ કરતા વધારે થઈ ગઈ છે. તેથી રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે. કોરોનાની બીજી લહેરમાં જે પ્રકારે અમદાવાદ અને સુરત શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી હતી તે જ પ્રકારે ફરીથી આ બે શહેરોમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. સાથે-સાથે અલગ-અલગ અન્ય શહેરોમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે. ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો થાય એટલા માટે નવસારી નગરપાલિકા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે અને ત્યાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો પણ ભંગ થતો હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. તેથી શાકભાજી માર્કેટમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે અને શાકભાજી વેચતા ફેરીયાઓ સુપર સ્પ્રેડર ન બને એટલા માટે નવસારી નગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, શાકભાજી માર્કેટને બંધ રાખવામાં આવશે. તો બીજી તરફ શાકભાજી માર્કેટની આસપાસની દુકાનોમાં પણ કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે દુકાનો ચાલુ રાખી શકાશે.

નવસારી નગરપાલિકાએ હંગામી ધોરણે શાકભાજી માર્કેટને બંધ કરીને શાકભાજી માર્કેટના કરવાની કામગીરી શરૂ કરી છે. મહત્ત્વની વાત છે કે, નવસારીમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યા પણ વધી છે. હાલ 24 કલાકમાં પ્રતિદિન સરેરાશ 250 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. તો બીજી તરફ તજજ્ઞો એવું પણ કહી રહ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર જાન્યુઆરીના અંતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધશે તેવી શક્યતા છે અને ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પીક પર આવશે. જેથી સરકાર દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp