સેમી-પર્મનન્ટ મેકઅપમાં અગ્રણી વિક્ટ્રેસ બ્યુટી એકેડેમી હવે સુરત ખાતે

PC: Khabarchhe.com

સેમી-પર્મનન્ટ મેકઅપમાં આગેવાન વિક્ટ્રેસ બ્યુટી એકેડેમીએ હવે સુરત ખાતે ગુજરાતની બજારમાં પ્રવેશ કર્યો હોવાની ઘોષણી કરી છે. મુંબઇ સ્થિત અવ્વલ ટેટુઝ સ્ટુડિયો એસ ટેટુઝ અને કેનેડાના પર્મનન્ટ મેકઅપમાં વૈશ્વિક દિગ્ગજ રમન ચૌહાન વચ્ચેનું આ જોડાણ છે. બ્રાન્ડ ટૂંક સમયમાં જ લાંબા ગાળાના મેકઅપ નિવારણો અને ઉત્તમ પરિણામો જોતા ગ્રાહકો માટે નવી ટેક્નોલોજિકલ નવીનતાઓ સાથે સુરતમાં તેના ફ્લેગશિપ પીએમયુ સ્ટુડિયો શરૂ કરશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની અવ્વલ સેમી-પર્મનન્ટ બ્યુટી એકેડેમીએ ગુજરાતમાં પ્રવેશ કર્યો હોય તેવો આ આ પહેલો કિસ્સો છે.

વિક્ટ્રેસ બ્યુટી એકેડેમીના સહ-સ્થાપક નિખિલ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, અમને સુરત શહેરમાં અમારો પ્રથમ તાલીમ કાર્યક્રમ હાથ ધરવાની ખુશી છે. અમને મહિલાઓ નવા વૈશ્વિક બ્યુટી પ્રવાહો તરફ ઝુકાવ ધરાવતી હોવાનું જોવા મળ્યું છે.અમે માનીએ છીએ કે સુરતમાં બજાર સેમી-પર્મનન્ટ મેકઅપ એપ્લિકેશન્સ માટે ઉચ્ચ સંભાવના ધરાવે છે.આથી અમે આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉત્તમ તાલીમ અને ટ્રીટમેન્ટ આપવાનો ધ્યેય ધરાવીએ છીએ.

વિક્ટ્રેસ બ્યુટી એકેડેમી સેમી-પર્મનન્ટ મેકઅપ એપ્લિકેસન્સમાં હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ, વૈશ્વિક ટેકનિક્સ અને ટ્રીટમેન્ટ ઓફર કરે છે. અમુક આકર્ષક પેકેજીસમાં માઇક્રોબ્લેડિંગ, કોમ્બિનેશન બ્રોઝ, ઓમ્બર પાઉડર બ્રોઝ, લિપ બ્લશ, લિપ કરેક્શન અને લેશ એક્સટેન્શન્સનો સમાવેશ થાય છે. એસ ટેટુઝમાં વિક્ટ્રેસ બ્યુટી એકેડેમીની ફ્લેગશિપ કંપની કાર્ટુન્સ, પોટ્રેઇટ, પક્ષીઓ અને વાસ્તવિકથી એબ્સ્ટ્રેક્ટ ટેટુઝ સુધી બધું જ ટેટ્ટુ સ્ટાઇલ્સની નવી લહેર રજૂ કરવાની જવાબદારી સંભાળશે. સ્ટુડિયોમાં રેમો ડિસોઝા, રણવીર સહિત બોલિવૃડની નામાંકિત હસ્તીઓ વારંવાર સેવા લેવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp