રણવીરસિંહ ધોનીને પગે લાગ્યો, ફોટો શેર કરી કહી આ મોટી વાત

PC: facebook.com

ફિલ્મ અભિનેતા રણવીરસિંહ એક્ટિંગમાં તો માહિર છે જ. પણ એને સ્પોર્ટ્સમાં પણ ઘણો રસ છે. તે અવારનવાર સેલિબ્રિટીઓ સાથે ફૂટબોલ રમતો જોવા મળે છે. તાજેતરમાં જ ફૂટબોલ ગ્રાઉન્ડ પરથી રણવીરના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં તે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે જોવા મળ્યો છે. આ ફોટોમાં તે માહીને હગ કરી રહ્યો છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ બંનેની ફ્રેન્ડશીપની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને બંનેના ચાહકો પસંદ કરી રહ્યા છે. આ વાયરલ ફોટા સિવાય પણ રણવીરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ધોની સાથેના કેટલાક ફોટા શેર કર્યા હતા. જે તસીવરો ખરેખર દિલને સ્પર્શી જાય એવી રહી છે. જેમાં રણવીર માહીના પગે લાગીને તે એનો મોટોભાઈ છે એવું દર્શાવી રહ્યો છે. આ ફોટોમાં માહી બેન્ચ પર બેઠા છે, જ્યારે રણવીર એના પગ પાસે જમીન પર બેઠો છે.

 

આ દરમિયાન રણવીરે ધોનીનો પગ પકડી રાખ્યો હતો. જ્યારે માહી પણ એને જોઈને ખુશખુશાલ થયો હતો. આ ફોટો શેર કરતા રણવીરે લખ્યું હતું કે, 'બડેભાઈ કે ચરણો મેં હંમેશા....મેરી જાન.' આ સિવાય રણવીરે ધોની સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં બંને કેમેરા સામે સ્માઈલ કરી રહ્યા છે. ધોની અને રણવીરના આ ફોટો ઈન્ટરનેટ પર ઘણા યુઝર્સને પસંદ પડી રહ્યા છે.

 

ઈન્સ્ટાગ્રામ પર પાપારાઝી એકાઉન્ટ પર ફૂટબોલ ગ્રાઉન્ડનો જે વીડિયો શેર થયો છે. એ જોઈને એવું લાગે છે કે, રણવીર અને ધોની મેચ જીત્યાનું સેલિબ્રેશન કરી રહ્યા છે. રણવીર અને માહી એકબીજાને હગ કરી રહ્યા છે અને હગ કર્યા બાદ તરત જ તેઓ પોતાની ટીમના સભ્યોથી ઘેરાઈ જતા જોવા મળ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Farah Khan Kunder (@farahkhankunder)

આ વીડિયોમાં સૈફઅલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનની એક ઝલક પણ જોવા મળી છે. પણ ઈબ્રાહીમે બીજી ટીમનું ટીશર્ટ પહેર્યું હતું. આ વીડિયો વિરલ ભાયાણીએ શેર કર્યો હતો. ધોની છેલ્લા કેટલાક દિવસોથી એડફિલ્મના શુટિંગ માટે મુંબઈ રોકાયા છે. આ શુટિંગ દરમિયાન ફિલ્મ નિર્માતા ફરાહ ખાને એની સાથે એક ફોટો ક્લિક કરાવ્યો હતો. જે પછી ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. એમની આ તસવીર પર રણવીરસિંહે કોમેન્ટ કરી હતી. જે ખૂબ વાયરલ થઈ હતી. આ ફોટો ડબ્બુ રત્નાનીએ ક્લિક કર્યો છે. જ્યારે રણવીરસિંહે કોમેન્ટ કરી હતી કે, ધોની બેસ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp