ડૉક્ટરના ભોજનમાં પીરસાતા બટેટા આ રીતે છૂંદાય છે, કેન્ટિન સીલ

PC: youtube.com

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાંથી તબીબોને પીરસવામાં આવતા ભોજનમાં બટેટા કેટલા આરોગ્યપ્રદ છે? તેનું ચિત્ર સામે આવ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલની મેડિકલ કેન્ટિનમાં ડૉક્ટરને આપવામાં આવતા બટેટા પગથી છૂંદાઈ રહ્યા છે. એટલે દર્દીઓને સ્વસ્થ કરતા તબીબોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ડૉક્ટર માંદા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. મેડિકલ કેન્ટિનમાં બટેટા પગથી છૂંદાતા હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેની તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. અમદાવાદ કોર્પોરેશનની આરોગ્યની આ ઘટનાને ધ્યાને લઈને મેડિકલની કેન્ટીન સીલ મારી દીધી છે.

આ અંગે જ્યારે મેડિકલ કેન્ટિનના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે લુલો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બટેટાની ઉપર રહેલી માટીને દૂર કરવા માટે બટેટા તપેલામાં નાંખવામાં આવ્યા હતા. દરરોજ સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં 500થી પણ વધારે વિદ્યાર્થીઓ અને તબીબો જમવા માટે આવે છે. આ ઉપરાંત સવાર-સાંજનો નાસ્તો, ચા અને બંને સમયમાં જુદુ જુદુ મેનું તૈયાર કરવામાં આવે છે. જે પ્રમાણ રસોઈ થાય છે. આ અંગે તપાસ કરતા એ વાત જાણવા મળી હતી કે, કેન્ટિનનું સંચાલન ખોડિયાર કેટરસ તરફથી કરવામાં આવે છે. જ્યારે કોર્પોરેશનની આરોગ્ય ટીમે કેન્ટિનની તપાસ કરી ત્યારે ત્યાં ભરપૂર ગંદકી જોવા મળી હતી.

આ ઉપરાંત જ્યારે એમની પાસેથી ફૂડ અને સેફ્ટિનું લાયસન્સ માંગવામાં આવ્યું ત્યારે તેમની પાસે એવું કોઈ લાયસન્સ પણ ન હતું. આ મામલે મેડિકલ કૉલેજના ડીન ડૉ.નીતીન વોરાનો સંપર્ક કરવામાં આવ્યો છે. અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી સોલા સિવિલની કેન્ટિનમાં આ ઘટના બની છે. જેની સામે સંચાલક ચંદ્રાકાન્ત ભાઈએ સ્પષ્ટતા કરી છે કે, વિદ્યાર્થીઓ અને તબીબોને સ્વચ્છ ભોજન જ પીરસાય છે. પગથી કોઈ બટેટા ગૂંદતું નથી. ગરમ પાણીના તપેલામાં નાંખીને બટેટા પરની માટી દૂર કરવામાં આવે છે. કેન્ટિનને બદનામ કરવા માટે આ વીડિયો તૈયાર કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp