સચિનનો બીજો એક રૅકોર્ડ તોડવા માટે તૈયાર છે વિરાટ

PC: santabanta.com

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલ જબરદસ્ત ફોર્મમાં છે. વિરાટે વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી પાંચ મેચની સીરિઝની પહેલી જ વનડેમાં 140 રનો બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સૌથી ઝડપી 60 ઈન્ટરનેશલ સેન્ચ્યૂરી પૂરી કરવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કરતા પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો. હવે વિરાટની પાસે તેંડુલકરનો બીજો એક રેકોર્ડ તોડવાની તક છે.

વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 10000 રન પૂરા કરવાના મામલે તેંડુલકર હાલ ટોપ પર છે. તેંડુલકરે 259 મેચોમાં વનડે ક્રિકેટમાં 10000 રન પૂરા કર્યા હતા. વિરાટ 10000ના આ જાદુઈ આંકડાથી માત્ર 81 રન દૂર છે, જ્યારે તે હજુ માત્ર 204 મેચ જ રમ્યો છે. વિરાટ જે રીતે ફોર્મમા છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે, તે આવનારી એક-બે મેચમાં જ આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

હાલ વિરાટના ખાતામાં 212 વનડે મેચોની 204 ઈનિંગમાં 58.69ની સરેરાશથી 9919 રન બનાવ્યા છે, જેમા 36 સેન્ચ્યૂરી અને 48 હાફસેન્ચ્યૂરી સામેલ છે. વનડે ક્રિકેટમાં તેનો બેસ્ટ સ્કોર 183 રનોનો છે. આ દરમિયાન વિરાટનો સ્ટ્રાઈક રેટ પણ સારો રહ્યો છે અને તેણે 92.51ની સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp