સફાઇકર્મી સાથે રાષ્ટ્રપતિ પુતિનને હતા સંબંધ ! હવે તે મહિલા છે કરોડોની માલકિન

PC: thesun.co.uk

રશિયાની મીડિયા Proektના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક મહિલા સફાઈ કર્મચારી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંબંધ હતા. હવે એ મહિલા 700 કરોડ રૂપિયાની અધિકારીક માલકીન બની ગઈ છે. જોકે સ્વતંત્ર રૂપે આ રિપોર્ટની પુષ્ટિ નથી થઈ, પુતિનના પ્રવક્તાએ આ આરોપોને ફગાવ્યાં છે. Proekt મીડિયાના રિપોર્ટ મુજબ સફાઇ કર્મચારી સાથે પુતિનના સંબંધથી એક પુત્રીનો પણ જન્મ થયો છે. એ દીકરી હવે 17 વર્ષની થઈ ચૂકી છે. આ રિપોર્ટને ધ મોસ્કો ટાઇમ્સે પણ પ્રકાશિત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 68 વર્ષીય વ્લાદિમીર પુતિનના સંબંધ સ્વેતલાના ક્રિવોનોગિખ નામની મહિલા સાથે રહ્યા છે. હવે એ મહિલા રશિયાના સેંટ પિટ્સબર્ગના પોશ વિસ્તારમાં રહે છે જે પુતિનના નજીકના લોકો માટે સુરક્ષિત સમજવામાં આવે છે.

રશિયાની મીડિયાએ 17 વર્ષની એલિઝાવેટા ક્રિવોનોગિખને વ્લાદિમીર પુતિનની સિક્રેટ પુત્રી ગણાવી છે. સગીર હોવાના કારણે એલિઝાવેટાનો ચહેરો બ્લર કરીને તસવીર પ્રકાશિત કરવામાં આવી છે. તો Proektએ ફેસ રેકોગ્નિશન એક્સપર્ટના સંદર્ભે કહ્યું છે કે પુતિન અને તેમની પુત્રીનો ચહેરો 70 ટકા મળે છે. બ્રિટન બ્રેકફોર્ડ યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ કમ્પ્યુટિંગ સેન્ટરના ડાયરેક્ટર પ્રોફેસર હસન ઉગેલે કહ્યું કે પુતિન અને તેમની કથિત પુત્રીનો ચહેરો એટલો મળે છે, એટલે નિષ્કર્ષ કાઢી શકાય છે કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલિઝાવેટાનો જન્મ વર્ષ 2003મા થયો હતો. જોકે ત્યારે પુતિન લ્યુડમિલા શક્રેબનેવા સાથે પરણિત હતા, ત્યારબાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. Proekt મીડિયાએ દાવો કર્યો છે કે એલિઝાવેટાના જન્મના કાગળ પર પિતાનું નામ નથી, બસ Vladimirovna લખેલું છે. કથિત રીતે એલિઝાવેટા બદલેલા નામ સાથે વર્ષોથી રહેતી આવી છે.

એલિઝાવેટાની મા ક્રિવોનોગિખની ઉંમર 45 છે. પહેલા તે સફાઇ કર્મચારી તરીકે કામ કરતી હતી. ત્યારબાદ તે એક કંપનીની માલકીન બની ગઈ. આ કંપનીના કેટલાક શેર પુતિન સાથે જોડાયેલા Rossiya Bankમા પણ છે. સાથે જ કેટલાક શહેરોમાં સ્વેતલાના નામ પર મકાન છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઇટ્સ ડેટા પરથી જાણવા મળે છે કે સ્વેતલાના ક્રિવોનોગિખ એ ફ્લાઇન્ટ્સમાં ઉડાન ભરતી રહી છે જેમાં પુતિન પણ સવાર થતાં હતા. કહેવામાં આવ્યું છે કે આ કથિત રિલેશનશિપ છેલ્લા દશકના અંતમાં તૂટી ગયું. Proekt મીડિયાનું કહેવું છે કે શરૂઆતમાં સ્વેતલાનાએ વાત કરી, પરંતુ પછી મેસેજનો રિપ્લાઈ ન આપ્યો.

તો પુતિન સાથે જોડાયેલા અલગ અલગ અધિકારીઓએ આ કથિત સંબંધ પર વાત કરવાની ના પાડી દીધી હતી. સ્થાનિક રિપોર્ટસ તરફથી સંપર્ક કરવા પર પુતિનના પ્રવક્તાએ કથિત સંબંધોના દાવાઓને પૂરી રીતે ફગાવી દીધા હતા. રિપોર્ટ્સે જ્યારે એલિઝાવેટા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે તરત જ સોશિયલ મીડિયા પરથી તસવીરો હટાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp