અમે એવા PM ઈચ્છતા હતા જે પાક પર હુમલો કરી શકે, આથી અમે BJP સાથે જોડાયાઃ ઉદ્ધવ

PC: newindianexpress.com

શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, તેમણે BJPની સાથે નવેસરથી ગઠબંધન એટલા માટે કર્યું કારણ કે તેમની પાર્ટી એવા વડાપ્રધાન ઈચ્છતી હતી, જેની પાસે પાકિસ્તાન પર હુમલો કરવાની હિંમત હોય. ઠાકરેએ પોતાની પાર્ટીના ઉમેદવાર ચંદ્રકાંત ખેરેની ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી. તેમણે BJPની સાથે ગઠબંધન ન કરવાના પોતાના વાયદાથી પલટવા અંગે કહ્યું હતું કે, અમે એવા વડાપ્રધાન ઈચ્છતા હતા, જે પાકિસ્તાનમાં ઘૂસીને તેના પર હુમલો કરી શકે. અમે આ જ કારણોસર ગઠબંધન કર્યું છે. મેં મરાઠાવાડા અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે પણ BJPની સાથે ગઠબંધન કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા સંવિધાનના અનુચ્છેદ 370ને સમાપ્ત કરવા નથી માગતી, જ્યારે તેમની પાર્ટી ઈચ્છે છે કે જમ્મુ-કાશ્મીરમાં તે બધા જ કાયદાઓ લાગુ થાય, જે બાકીના ભારતમાં લાગુ થાય છે. ઠાકરેએ અસદુદ્દીન ઔવેસીની ટીકા કરતા કહ્યું હતું કે, તે મુસલમાનોને દુશ્મન નથી માનતા.

તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અબ્દુલ રેહમાન અંતુલેના પુત્ર નવીદ અંતુલેની સાથે બે દિવસ પહેલા જ તેમણે સ્ટેજ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બીડના રાકાંપા નેતા અને પૂર્વ મંત્રી જયદત્ત ક્ષીરસાગર પણ શુક્રવારે ઠાકરેની સાથે સ્ટેજ પર દેખાયા હતા. જોકે, આ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ ઠાકરેએ સંકેત આપ્યા હતા કે ક્ષીરસાગર શિવસેનામાં સામેલ થઈ ચૂક્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp