SMCના કારણે સુરતીઓ થઇ રહ્યા છે બીમાર

PC: findallelectricaljobs.com

સુરત શહેરમાં કચરા બાદ હવે પાણીની લાઇનોમાં ગંદકી ફેલાઇ રહી છે. જીહાં, સુરત શહેરની સોસાયટીઓના આંતરિક રસ્તાઓ પર પાણીની જૂની લાઇનોને લીધે ગટરનું કે ગંદકી મિશ્રિત પાણી આવવાની સમસ્યાઓની ફરીયાદ વધતી જઇ રહી છે. જેના કારણે પાણી જન્ય રોગ ફેલાતા લોકોની પરિસ્થીતી ખૂબ જખરાબ છે. ત્યારે મોડે મોડે મનપા જાગી અને આવી જૂની પાઇપલાઇનોને કાઢીને ઉચ્ચ ગુણવત્તાવાળી નવી પાઇપલાઇનો નાખવા માટે હાલ કામગીરી કરી રહી છે.

સુરતના સાત ઝોનની અલગ અલગ 92 જેટલી સોસાયટીઓની જૂની પાઇપ લાઇનો બદલવી પડે તેવી પરિસ્થીતી ઊભી થઇ છે. કારણ કે આ જગ્યાએ પાણીમાં ખૂબ જ દુર્ગંધ આવતી હતી, પાણી પણ પીળાશ પડતું આવતું હોવાના કારણે પાણીની પાઇપમાં ભંગાણ હોવાનું બહાર આવ્યુ છે. એક સાથે વધતી ફરીયાદની ભીંતર સુરત મહાનગર પાલીકાએ તાત્કાલીક ધોરણે પાણીની પાઇપલાઇનો બદલવા લાગી ગઇ છે. ઉધનાના બમરોલી વિસ્તારની છ સોસાયટીઓમાં જૂની પાઇપ લાઇનો બદલવા માટે રૂપિયા 1.21 કરોડના અંદાજ મંજૂરીનું કામ આગામી પાણી સમિતિની બેઠકમાં મુકાયું છે. ઉપરાંત વરાછા પૂણા વિસ્તારમાં પણ નવી લાઇનો નાખવામાં આવી રહી છે.

તો સાથે જ વરાછા વિસ્તારમાં 28, કતારગામ માં 14, રાંદેરમાં 13,અઠવા 12, ઉધના 10, કોટ વિસ્તાર 8 અને લિંબાયત માં 7 જેટલી પાઇપલાઇનોને બદલવામાં આવશે. અને નવી ઉચ્ચ ગુણવત્તાવાળી પાઇપ લાઇનો નખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp