અલ્પેશ કથિરીયાની જેલમુક્તિ અંગે શું કહ્યું લાલજી પટેલે?

PC: facebook.com/profile.php?id=100008529100848

ત્રણ વર્ષ બાદ ફરી એકવાર SPG અને PAAS એક મંચ પર આવ્યા છે. અલ્પેશ કથિરીયા સહિત 7 લોકોની જેલ મુક્તિ માટે સુરતમાં વિઘ્નહર્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અગાઉ સુરતના સરથાણા ખાતે મળેલી બેઠકમાં મનોજ પનારા, દિનેશ બાંભણીયા અને લાલજી પટેલ સહિત PAAS અને SPGના તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અલ્પેશ કથિરીયા સહિત 7 પાટીદાર યુવકોની જેલ મુક્તિ કેવી રીતે કરાવવી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

PAAS અને SPGની મળેલી બેઠકમાં લાલજી પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અનામતનો જે મુદ્દો છે એ સમાજનો મુદ્દો છે. એ કોઈ પણ વ્યક્તિગત મુદ્દો નથી. આજે આ મુદ્દે ફરી એકવાર અમે બધા અહીં ભેગા થયા છીએ. અલ્પેશ કથિરીયાને જેલ મુક્ત કરાવવા માટે સરકાર વિરુદ્ધમાં કાર્યક્રમો આપવા બાબતે આજે સમગ્ર ગુજરાતના પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા તમામ કન્વીનરોની મીટિંગ બોલાવવામાં આવી છે. અમારી માગોના નિરાકરણ માટે અમે સમાજના વડીલોને 10 દિવસનો સમય આપ્યો હતો. જે 10 દિવસનો સમય પૂરો થઈ ગયો છે. જેના કારણે અમે પહેલા સમાજના વડીલોને મળીશું, ત્યાર પછી અમે જાહેર કરેલા કાર્યક્રમો અનુસાર બનાસકાંઠામાં રેલી અને મહાસંમેલન કરીશું.

લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રોગ્રામ જેણે પણ કર્યો હોય પણ સમગ્ર સમાજ રેલીમાં અને આંદોલનમાં જોડાય છે. આવી જ રીતે આવનારા સમયની અંદર સમગ્ર સમાજ અમારી સાથે જોડાઈ અને સમાજના સાડા ત્રણ વર્ષના જે પ્રશ્નો છે તેની નિરાકરણ લાવીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp