શું કહ્યું પાટીદાર આંદોલન વિશે કોંગ્રેસના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ?

PC: Livemint.com

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયા સામે સાંસદ મધુસુદન મિસ્ત્રીએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે ભાજપ સરકાર લોકોના બંધારણીય હકો પર તરાપ મારે છે. ભાજપના રાજમાં લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ધરણા અને આંદોલનની મંજૂરી આપવામાં આવતી નથી. ગુજરાતમાં લોકોનો અવાજ દબાવી દેવામાં આવે છે. મધુસુદન મિસ્ત્રી દ્વારા સરકાર અને પોલીસ પર આક્ષેપો કરતા કહેવામાં આવ્યું હતું કે, સરકાર અને પોલીસે લોકોના હકોને છીનવી રહી છે.

પાટીદાર આંદોલન બાબતે સરકાર પર પ્રહારો કરતા સાંસદ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અનામત આંદોલન કરનારાને મળવા માટે પણ માણસોને અટકાવવામાં આવ્યા હતા, આમ લોકશાહીના અવાજને દબાવી દેવામાં આવે છે. સરકાર લોકશાહીમાં પ્રશ્નોની રજૂઆત કરવાની પદ્ધતિ પર તરાપ મારે છે અને ફોજદારીના કાયદા હેઠળ લોકોના અવાજને દબાવી દેવાનો ખૂબ સક્રિય પ્રયાસ ભાજપની સરકાર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp