આયુષ્યમાન ભારત યોજના અંગે શું કહ્યું નીતિન પટેલે?

PC: livemint.com/

આયુષ્યમાન ભારત યોજનાના શુભારંભ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશની સવા સો કરોડની વસ્તીમાંથી આજે સવા બે કરોડ નાગરિકો ભારત સરકારની આ યોજનાના લાભાર્થી બનશે. મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા છે અને વાત્સલ્ય યોજનામાં માત્ર ગંભીર રોગોનું નિદાન કરવામાં આવે છે. પરંતુ આયુષ્યમાન ભારત યોજનામાં સરકાર દ્વારા બે ભાગ પાડવામાં આવ્યા છે. 50 હજાર કરતા ઓછા ખર્ચના સારવારની પદ્ધતિ અને 50 હજાર કરતા વધારે રૂપિયાની સારવારની પદ્ધતિ અલગ છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત લોકોને બીમારીની સારવાર કરાવવા માટે 50 હજાર કરતા ઓછો ખર્ચ થતો હોય તેવી બીમારી જેવી કે શરદી, તાવ, ઝાડા-ઊલટી જેવા રોગોની સારવાર કરાવવા માટે 1,700 જેટલી હોસ્પિટલ ગુજરાતમાં મંજૂર કરવામાં આવી છે. મા વાત્સલ્ય યોજના અંતર્ગત જે હોસ્પિટલો મંજૂર કરવામાં આવી હતી. તે તમામ હોસ્પિટલ આયુષ્માન ભારત યોજનામાં આવરી લેવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp