સુપ્રીમે વકીલને ફટકાર્યો 100 રૂ. દંડ, વકીલે 50 પૈસાના 200 સિક્કા જમા કરાવ્યા

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટના એક વકીલે 50-50 પૈસાના 200 સિક્કા જમા કરાવ્યા છે. આ સિક્કા ઘણા વકીલોએ પોતાના એક સાથી વકીલ પર લાગેલા 100 રૂપિયાના દંડને ભરવા માટે એકત્ર કર્યા હતા. કારણ કે, 50 પૈસાનું ચલણ આજકાલ બજારમાં નથી. એટલે એ સરળતાથી મળતા પણ નથી. પછી વકીલોએ ઘણી મહેનત બાદ આ સિક્કાઓને એકત્ર કર્યા હતા. આ વકીલોનો એક સાંકેતિક વિરોધ છે. જે સુપ્રીમ કોર્ટના વકીલો પર 100 રૂપિયા દંડ લગાવવાના વિરોધમાં છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટના વકીલ રીપલ કંસલે સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રી પર આરોપ લગાવ્યો હતો કે, રજીસ્ટ્રી મોટા વકીલો અને પ્રભાવશાળી લોકોના કેસોમાં સુનાવણી માટે અન્ય લોકોના કેસો પહેલા સુનાવણીની લિસ્ટમાં સામેલ કરી દે છે. વકીલ કંસલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના સેક્સન ઓફિસર અને રજીસ્ટ્રી નિયમિત રૂપથી કેટલાક લો ફર્મ્સ અને પ્રભાવશાળી વકીલો અને તેમના કેસેને VVIP ટ્રીટમેન્ટ’ આપે છે, જે સુપ્રીમ કોર્ટમાં ન્યાય મેળવવાના સમાન અવસરની વિરુદ્વ છે.

અરજીમાં સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરવામાં આવી હતી કે, સુનાવણી માટે કેસોને લિસ્ટમાં કરવામાં ‘પિક એન્સ ચુઝ’ નીતિ અપનાવવામાં આવે અને કોર્ટ દ્વારા રજીસ્ટ્રીને નિષ્પક્ષ અને સમાન વ્યવહારના નિર્દેશ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર અને જસ્ટિસ એમ. આર. શાહની બેન્ચે રીપલ કંસલની અરજીમાં લગાવવામાં આવેલા આરોપો ફગાવતા 100 રૂપિયાનો સાંકેતિક દંડ લગાવ્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે, ‘રજીસ્ટ્રીના બધા સભ્ય રાત-દિવસ તમારા જીવનને સરળ કરવા માટે કામ કરે છે. તમે તેમને હતોત્સાહી કરી રહ્યા છો. તમે આ પ્રકારનો આરોપ કઈ રીતે લગાવી શકો છો? રજીસ્ટ્રી આપણને અધિનસ્થ નથી. તે ઘણી હદ સુધી સુપ્રીમ કોર્ટનો હિસ્સો છે.

 

રીપલ કંસલે પોતાની અરજીમાં પુરાવા રૂપે એક અન્ય અરજીનો ઉલ્લેખ કર્યો હતો. જેની સુનાવણી માટે VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. એ અરજી સુપ્રીમ કોર્ટમાં રાતે આઠ વાગ્યે દાખલ કરવામાં આવી અને બીજા દિવસે એક કલાકની અંદર સુનાવણી માટે લિસ્ટ કરી લેવામાં આવી. જ્યારે વકીલની ‘વન નેશન, વન રાશન કાર્ડ’ની માંગણીવાળી અરજીને તાત્કાલિક લિસ્ટેડ ન કરવામાં આવી. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ એમ. આર. શાહની બેન્ચે અર્ણવ ગોસ્વામીના કેસને ‘અધિમાન્ય પ્રાથમિકતા’નું એક ઉદાહરણ ગણાવવા પર અરજીકર્તા પર નિરાશા વ્યક્ત કરી. કોર્ટે કહ્યું હતું કે, ‘તમે વન નેશન, વન રાશન કાર્ડ’ પર પોતાની અરજીની સરખામણી અર્ણબ ગોસ્વામી સાથે કઈ રીતે કરી શકો છો? તમે કઈ રીતે અર્થહીન વાતો કરી રહ્યા છો?

રીપલ વિરુદ્વ કોર્ટ દ્વારા દંડ ભરવાના નિર્ણયનો સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના વકીલ સાંકેતિક વિરોધ કરી રહ્યા છે. તેમને લાગે છે કે, રીપલ કંસલે પોતાની અરજીમાં જે વાતો કહી છે તે યાગ્ય છે, એવામાં કોર્ટે તેમના પર દંડ લગાવીને સારું નથી કર્યું. એ સાંકેતિક વિરોધ માટે વકીલોએ 100 રૂપિયા એકત્ર કરવા માટે ફંડ એકત્ર કરવાનું શરૂ કર્યું. તેના માટે વોટ્સએપ પર ‘Contribute Rs 100’ નામથી એક ગ્રુપ બનાવવામાં આવ્યું. એ ગ્રુપમાં 125થી વધારે વ્યક્તિએ રીપલ કંસલનું સમર્થન કરવાની વાત કહી અને સૌએ મળીને 50-50 પૈસાના સિક્કા શોધ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp