જ્યારે હાઇવે પર પડી હજારો નોટો....તો થયું કંઇક આવું

PC: gannett-cdn.com

જો રસ્તા પર બહુ બધી નોટો ફેલાયેલી પડી હોય તો શું થાય? લોકો રૂપિયાની આ નોટો લેવા એકઠાં થઈ જાય અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય. આવું જ કંઇક બન્યું છે ન્યુ યોર્કમાં. ત્યાંના ઈસ્ટ રુથરફોર્ડ રસ્તા પર વ્યસ્ત સમયમાં લોકો પોતાની ગાડી રોકીને પૈસા ઉઠાવતાં રહ્યા. કારણ કે, ત્યાં રોડ પર જ નોટોની ગડ્ડીઓ ફેલાયેલી પડી હતી.

બ્રિક કંપનીનો એક ટ્રક એ રસ્તા પરથી જઈ રહ્યો હતો જેનો દરવાજો કોઈ કારણોસર ખુલી ગયો હતો અને પવન હોવાના કારણે તેમાં રહેલી નોટો ઉડીને રસ્તા પર પડવા લાગી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાઇરલ થઈ ગયો છે. જેમાં યુનિફોર્મ પહેરેલો એક વ્યક્તિ રસ્તા પર ગાડીઓના આવન-જાવન વચ્ચે પૈસા ઉઠાવી રહ્યો છે. તેની સાથે અન્ય લોકો પણ એ જ કામ કરતાં જોવા મળી રહ્યા છે.

હજારો રૂપિયા જ્યારે રસ્તા પર પડી ગયા તો લોકો તે દૃશ્ય જોઇને ગાંડા થઈ ગયા હતા અને પોતાના વાહનો પરથી ઉતરીને રસ્તા પર તે પૈસા ઉપાડવાં આવી ગયા હતા. દરેકનો એ પ્રયત્ન હતો કે શક્ય એટલી નોટો ભેગી કરીને તે લઇને અહીંયાથી ભાગી જાય. કારમાંથી ઉતરેલા લોકોને બીજું કંઈ જ ધ્યાન નહોતું. પૈસા ઉઠાવવા માટે હાઇવે પર વચ્ચોવચ્ચ લોકોએ તેમની ગાડીઓ પાર્ક કરી દીધી હતી. આ ઘટના બાદ જાણવા મળ્યું છે કે બ્રિક કંપનીની આ ટ્રકમાંથી 2,93,500 ડોલર એટલે કે લગભગ 2.11 કરોડ રૂપિયા ગુમ થઈ ગયા છે. આ ઘટનામાં લોકોને ફ્રીમાં મળી રહેલા આ પૈસા ઉઠાવવાની મજા પડી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp