મોદી સરકારના કયા નિર્ણયથી અમેરિકા નારાજ? કહ્યું દુનિયા ભરમાં વધશે મોંઘવારી

PC: PIB

ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ઇન્ટરનેશનલ માર્કેટમાં હોંહા થઈ ગયો છે. મોદી સરકારના આ નિર્ણયથી અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું હતું કે તેમને આશા છે કે ઇન્ડિયા ફરી તેમના આ નિર્ણય પર વિચાર કરે. ઘઉંને હવે એક્સપોર્ટ કરવામાં ન આવતાં ઇન્ટરનેશનલ માર્કેટમાં એની કિંમતમાં ખૂબ જ વધારો થયો છે. આથી અમેરિકાએ વિનંતી કરી છે કે ઇન્ડિયા તેમના આ નિર્ણય પર ફરી એક વાર વિચાર કરે. અમેરિકાનું કહેવું છે કે ઇન્ડિયાના આ નિર્ણયથી વિશ્વભરમાં ખાદ્યને લઈને જે પણ મોંઘવારી ચાલી રહી છે એમાં વધારો થશે.

રશિયા-યુક્રેનના યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘઉંની અછત પહેલેથી વર્તાઇ રહી હતી જે ભારત પૂરી કરી રહ્યું હતું. રશિયા અને યુક્રેન મળીને ઇન્ટરનેશનલ માર્કેટમાં એક તૃતિયાંશ ઘઉં પૂરુ પાડતુ હતુ. જોકે યુદ્ધને કારણે બન્ને દેશ માર્કેટમાં ઘઉં પૂરુ નથી પાડી શક્યું. અત્યારે એ સ્પષ્ટ નથી કે યુદ્ધ ક્યારે પૂરું થશે. આ દરમ્યાન ભારતે પણ ઘઉંની નિકાસ પર રોક લગાવી દેતા ઘઉંની અછત વધુ થઈ ગઈ છે.

ભારતના આ નિર્ણય વિશે યુનાઇટેડ નેશનમાં અમેરિકી રાજદૂત લિંડા થોમસ-ગ્રીનફિલ્ડે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે ઘઉંની નિકાસ પર રોક લદાવી દેતા ખાદ્યને લઈને મહામારી વધશે. હિન્દુસ્તાન ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ લિંડાએ કહ્યું હતું કે ‘યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાને આશા છે કે ઘઉંની નિકાસ પર પ્રતિબંધના નિર્ણય પર ભારત ફરી વિચાર કરશે. ભારતના આ નિર્ણયથી હાલમાં ખાદ્યને લઈને જે સંકટ છે એ વધશે. અમે ભારતના નિર્ણય વિશેનો રિપોર્ટ જોયો છે. અમે બધા દેશોને કહી રહ્યાં છે કે કોઈ પણ નિકાસ પર પ્રતિબંધ ન લગાવે કારણ કે આવો એક નિર્ણય ખાદ્યના પ્રોબ્લેમને વધુ બનાવી શકે છે. અમને આશા છે કે અન્ય દેશો દ્વારા ઉઠાવવામાં આવેલી સમસ્યા પર ઇન્ડિયા વિચાર કરશે.’

અમેરિકાની સાથે G-7 (સાત દેશોનું ગ્રુપ)ના કૃષિ નેતાઓ પણ શનિવારે ભારતના આ પ્રતિબંધની આલોચના કરી ચૂક્યું છે. તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે એનાથી વૈશ્વિક ખાદ્ય સંકટ વધશે. જર્મન કૃષિ મંત્રીએ રોઇટર્સને કહ્યું હતું કે ‘જો દરેક નિકાસ પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કરી દેશે અથવા તો બજાર બંધ કરવાનું શરૂ કરશે તો આ સંકટ વધુને વધુ ખરાબ થતું જશે.’

ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘઉંની કિંમતમાં રેકોર્ડ છ ટકા વધારો થયો હતો. યુરોપમાં પણ ઘઉંની કિંમતોએ એક નવી ઉંચાઈ પર પહોંચ્યુ હતુ કારણ કે બેંચમાર્ક યુરોનેક્સ્ટ માર્કેટમાં કિંમત વધીને સો કિલોગ્રામની 35 હજાર 434 રૂપિયા થઈ ગઈ હતી.

એક્સપર્ટનું પણ માનવું છે કે યુક્રેન-રશિયા યુદ્ધ અને ભારતનો ઘઉંના નિકાસ પરનો પ્રતિબંધ ઇન્ટરનેશનલ માર્કેટમાં એક ગંભીર સમસ્યા પેદા કરશે. યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી જ યુક્રેન ઘઉની નિકાસ નથી કરી શક્યું કારણ કે તેના દરેક બંદર બંધ પડ્યા છે. યુદ્ધને લઈને રશિયા પર ઘણાં પ્રતિબંધ મૂકવામાં આવ્યાં છે અને એથી એ પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં નથી આવી રહ્યું. ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ઘઉંના ઉત્પાદન કરતાં રાજ્યમાં ખૂબ જ ગરમી પડી રહી છે. હીટવેવને લઈને પાકને ઘણું નુક્સાન થયું છે. આ કારણસર ઘઉંની કિમતમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે અને એથી જ સરકારે એની નિકાસ અટકાવી દીધી છે. જોકે સરકારે એ પણ કહ્યું હતું કે જરૂરિયાતમંદ દેશોને ઘઉં પૂરા પાડવા માટે તેઓ વિચાર જરૂર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp