ગુજરાતમાં AAPને ખતમ કરવામાં કોની ભૂમિકા?

PC: jantakareporter.com

ગુજરાતમાં આમ આદમી પક્ષ હવે ખતમ થવાની તૈયારીમાં છે. તેના ઉત્તર ગુજરાતના થોડાંક વિસ્તારોને બાદ કરતાં ક્યાંય AAP સક્રિય નથી. પ્રજાલક્ષી કોઈ પણ પ્રવૃત્તિ બે વર્ષથી સદંતર બંધ છે. વિધાનસભાની ચૂંટણી બાદ પક્ષ સક્રિય થવાનો હતો અને સ્થાનિક ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. કંઈ જ થયું નહીં. પક્ષને બદઈરાદાથી ગુજરાતમાં ખતમ કરવામાં AAPના નેતાઓ વધારે જવાબદાર છે. સોમનાથ મંદિરની કેજરીવાલની છેલ્લી મુલાકાત વખતે AAPને જબરદસ્ત લોકસમર્થન મળ્યું હતું. રાજકોટની સોમનાથ માર્ગ પરની રેલી જોઈને ભાજપ હચમચી ગયો હતો. ત્યારબાદ કેજરીવાલની રેલી સુરતમાં હતી તે ગુજરાત સરકાર દ્વારા થવા દેવામાં આવી ન હતી. ગુજરાતમાં આમ આદમી પક્ષને જે રીતે સમર્થન મળી રહ્યું હતું તે ઓછું થાય તેમાં કોંગ્રેસના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીને કોઈ રસ ન હતો પણ રાષ્ટ્રીય ભાજપના બે નેતાઓને રસ હતો કે આમ આદમી પક્ષ ગુજરાતમાં ખતમ થઈ જાય. એ માટે ભાજપ પ્રેરિત કાર્યકરો મોકલીને પક્ષની છાપ તોડી નાંખ્યા બાદ પક્ષને તોડવા તમામ પ્રયાસો થયા હતા.

આમ આદમી પક્ષના એક કાર્યકરે લખ્યું છે કે ગુજરાતમાં 60 થી 70 હજાર કાર્યકર હતા. તે આજે ક્યાંય જોવા મળતા નથી. આ કાર્યકરોની અત્યંત દયનીય હાલત થઈ ગઈ છે. તેમની કારકિર્દી અરવિંદ કેજરીવાલે ખતમ કરી દીધી છે. CBIએ દરોડા પાડયા પછી જે રીતે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને તોડી તેમ અરવિંદ કેજરીવાલ પર CBIએ દરોડા પાડયા બાદ કેજરીવાલ ગુજરાતમાં પણની કામગીરી બંધ કરીને તાળાબંધી કરી દીધી છે. પક્ષના પતન માટે ભાજપ પ્રેરિત અને ભાજપના એજન્ટ તરીકે કામ કરતા AAPના દિલ્હીના અને ગુજરાતના નેતાઓ જવાબદાર માનવામાં આવે છે. તેઓ સારા હોદ્દા મેળવીને ચીટકી રહ્યા છે. કોના ઈશારે બધું થઈ રહ્યું છે?

દિલ્હીથી પાંચ પ્રભારી આવ્યા અને પછી પક્ષની પ્રવૃત્તિ સંકેલી લેવામાં આવી છે. સુખદેવ પટેલને હાંકી કાઢવામાં કનુભાઈ કળસળીયાનો ઊંટ તરીકે ઉપયોગ કરીને પછી કનુભાઈ કળસળીયાનો કાંટો કાઢી નાંખવામાં આવ્યા છે.

કનુભાઈએ વિધાનસભાની ચૂંટણી લડવામાં અપક્ષનો સહારો લેવો પડ્યો હતો. લાભુભાઈ, યતિન ઓઝા, વંદના પટેલ, રુતુરાજ મહેતા, સી.ડી. પટેલ જેવા અનેક ધૂરંધરોનો કાફલો પક્ષ પાસે હતો પણ બધું ખેદાન મેદાન થઈ ગયું છે. ડો. ઈશાન ત્રિવેદી, ડો . પ્રદીપ સિંહ પરિહાર, શીતલબેન પરિહાર, સોનલબેન ડાંગરિયા, મન ભટ્ટ, આર. સી. પટેલ, બાબુકાકા, જીતુ શાહ, તેમજ અન્ય સાથીદારોની મજબૂત ટીમ હતી. કોની અવરચંડાઈથી વેરવિખેર થઈ છે? આનાં માટે દિલ્હીનો પક્ષ અને ગુજરાતનાં સોદાગરો જવાબદાર માનવામાં આવે છે. શું અરવિંદ કેજરીવાલ કે તેમની કોર કમિટીને આ તમામ બાબતોની સચ્ચાઈથી વાકેફ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp