કોણ છે દિશા પાટનીનો રુમર્ડ બોયફ્રેન્ડ, સેલ્ફીથી લઈને આઉટીંગમાં સાથે જોવા મળે છે

PC: instagram.com/iamaleksandarilic

બોલિવુડની સૌથી હોટ અને ફિટનેસ ક્વિન દિશા પાટની આજકાલ પોતાની સુંદરતાના લીધે ઘણી ચર્ચામાં છે. દિશા પાટની પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સનું દિલ જીતી લે છે, થોડા દિવસો પહેલા તેનું અને ટાઈગર શ્રોફના બ્રેકઅપની ખબર ફિલ્મી જગતમાં ઘણી જોરમાં થઈ રહી હતી. બ્રેક અપની ખબરો પછી દિશા હવે નવા એક વ્યક્તિની સાથે રેગ્યુલર સ્પોટ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિ તેની સેલ્ફીથી લઈને લંચ-ડિનર ડેટ્સ પર પણ જોવા મળી રહ્યો છે. તેવામાં કહેવામાં આવી રહ્યું છે કે દિશા તેની સાથે રિલેશનશીપમાં છે.

દિશા પાટની સાથે સતત જોવામાં આવી રહેલા આ હેન્ડસન હન્કનું નામ એલેકઝેન્ડર એલેક્સ છે. એલેકઝેન્ડર દેખાવમાં જેટલો હોટ છે, તેટલો જ ફિટનેસના મામલામાં પણ પરફેક્ટ છે. એલેકઝેન્ડર અને દિશા ઘણી વખત સાથે વર્કઆઉટ કરતા પણ જોવામાં આવ્યા છે. એલેકઝેન્ડર સર્બિયાનો રહેનારો છે, તે એક કમાલનો એક્ટર-મોડલ છે અને જીમ ટ્રેનર પણ છે. એલેકઝેન્ડર સીરિઝ કેમેલિઓનમાં જોવા મળ્યો છે. એક્ટર તરીકે એલેકઝેન્ડરનું નામ માર્કેટમાં નથી તેટલું ફિટનેસ અને પરફેક્ટ બોડી માટે જાણીતો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Aleksandar Alex Ilic (@iamaleksandarilic)

એલેકઝેન્ડર સોશિયસ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. ઘણી વખત તે પોતાની વર્કઆઉટના ફોટા અને વીડિયોઝ અપલોડ કરતો રહે છે. એલેકઝેન્ડર, ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ અનેદિશા પાટનીનો કોમન ફ્રેન્ડ છે. દિશા અને આ મિસ્ટ્રી મેનના ફોટા પર ફેન્સ ઘણી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- દોસ્ત કે બોયફ્રેનડ, તો બીજાએ લખ્યું છે- ટાઈગર કિધર હૈ ભાઈ. જ્યારે અન્ય એકે  લખ્યું છે- ટાઈગરને દગો આપી રહી છે આ મેડમ.તો બીજાએ લખ્યું છે-દેખ રહા હૈ બિનોદ બોયફ્રેન્ડને ફ્રેન્ડ કહી રહ્યા છે.

ટાઈગરે દિશા સાથે લગ્ન કરવાની ના પાડતા તેમની વચ્ચે ઘણા વર્ષોના સંબંધનો અંત આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બંને વચ્ચે બ્રેકઅપની ખબરો આવતી હોવા છતાં દિશા ટાઈગરની બહેન ક્રિષ્ના શ્રોફ સાથે ફરતી જોવા મળી છે. ક્રિષ્ના અને દિશાની વચ્ચે ઘણો સારો સંબંધ છે. છેલ્લે દિશા 'એક વિલન 2'માં જોવા મળી હતી. હવે આ મિસ્ટ્રી મેન દિશાનો નવો બોયફ્રેન્ડ છે કે નહીં તે તો સમય જ બતાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp