KRKનું ટવિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરાયું, કારણ જાણો...

PC: http://t2online.com

KRK તરીકે જાણીતા કમાલ આર ખાન ફરી એક વખત વિવાદાસ્પદ ટીપ્પણી કરવા માટે ચર્ચામાં છે. દેવબંદમાં જન્મેલા KRKનું ટવિટર અકાઉન્ટ બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. KRK હવે જાતે બની બેઠેલો ફિલ્મ વિવેચક છે. બે-ચાર હિન્દી ફિલ્મો કર્યા બાદ KRK સોશિયલ મીડિયા પર ફિલ્મોની સમીક્ષા કરે છે. અકાઉન્ટ સસ્પેન્ડ કરી KRKને સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મ પરથી દુર કરવામાં આવ્યો છે.

ટવિટરાટીઓએ KRKના અકાઉન્ટ સસ્પેન્ડ કરવા બદલ આનંદ વ્યકત કર્યો હતો અને દિવાળીની ભેટ તરીકે વધાવી લીધો હતો આ નિર્ણય. KRKએ બોલિવૂડમાં દેશદ્રોહી ફિલ્મથી કરિયર શરૂ કરી હતી.

KRKએ આમીર ખાનની ફિલ્મ સિક્રેટ સુપર સ્ટાર અંગે ટવિટ કર્યું હતું. તેણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શા માટે એક પિતા પુત્રી અને પત્નીને છોડી દુબઈ જતો રહે છે. પિતાનાં ચાલ્યા ગયા બાદ સુપર સ્ટાર પુત્રી અને પત્નીને છોડીને જાય છે તે વાત ગળે ઉતરતી નથી. KRKની આ પોસ્ટ અંતિમ હતી.

KRKએ વધુમાં લખ્યું હતું કે જો તમે આમીર ખાનને સાચો સાબિત કરવા માંગતો હો તો મારા જેવા અબજો પિતા પોતાનાં બાળકોને પ્રેમ કરતા નથી તેવું લાગશે. KRKના આ ટવિટ બાદ તેનું અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp