જીતુભાઇએ પહેલીવાર શિક્ષણખાતામાં મોટાપાયે બદલીઓ કરી, શું છે કારણ

PC: khabarchhe.com

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો તોળાઇ રહ્યાં છે. સચિવાલયના વિભાગો તેમજ જિલ્લાની સરકારી કચેરીઓમાં સામૂહિક ફેરફારો કરવાનું નક્કી કર્યા પછી સરકાર એક પછી એક વિભાગોમાં અધિકારીઓની બદલી કરી રહી છે. માર્ગ-મકાન, સિંચાઇ, કૃષિ, ગૃહ, ઉદ્યોગ અને ઉર્જા વિભાગમાં બદલીઓ તોળાઇ રહી છે.

સરકારે શિક્ષણ વિભાગમાં પ્રથમવાર વર્ગ-2ના અધિકારીઓની મોટાપાયે બદલી કરી છે. પ્રથમવાર એકસાથે 168 જેટલા અધિકારીઓને બદલવામાં આવ્યા છે જેમાં શિક્ષણ નિરીક્ષક અને આચાર્યનો સમાવેશ થાય છે. આ પહેલાં સરકારે આઇએએસ, આઇપીએસ તેમજ મંત્રીઓના પીએ પીએસની બદલી કરી હતી. રાજ્યના ગૃહ વિભાગે તો તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફને બદલવાનું શરૂ કર્યું છે.

સચિવાલયના સૂત્રો કહે છે કે આ બદલીઓ વહીવટી કારણોસર કરવામા આવી રહી છે. વિભાગમાં ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે એક જ જગ્યાએ વર્ષોથી ફરજ બજાવતા અધિકારીઓને બદલવામાં આવી રહ્યાં છે. સચિવાલયમાં પણ એક વિભાગના અધિકારીને બીજા વિભાગની જવાબદારી સોંપવામાં આવી રહી છે. ધીમે ધીમે તમામ વિભાગોમાં નવો સ્ટાફ મૂકવાનું સરકારનું આયોજન છે.

ગુજરાત શિક્ષણ વિભાગના 168 અધિકારીઓની એકી સાથે બદલી કરી દેવાતા હડકંપ મચ્યો છે. વર્ગ-2 ના શિક્ષણ નિરીક્ષક, આચાર્યોની બદલી કરવામા આવી છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2 ની મોટાપાયે બદલી કરવામાં આવી છે આ પહેલા નવી ગુજરાત સરકારે શપથ લીધાના થોડા જ મહિનામાં વર્ગ 1ના અધિકારીઑની બદલી કરવામાં આવી હતી પણ શિક્ષણ વિભાગમાં હજુ સુધી આટલા મોટા પાયે બદલી કરવામાં આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp