પોલ ઉંધા પડે તો શું આપ-કોંગ્રેસ ગઠબંધન કરશે? ઈસુદાને આપ્યો આ જવાબ

PC: khabarchhe.com

પોલ ઉંધા પડે અને આપ-કોંગ્રેસમાં આજથી 11-12 વર્ષ પહેલા જે દિલ્હીમાં થયું તેવું થાય અને ગઠબંધન બને તો શું આ વાતને લઈને ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણીના પરીણામો પર સૌ કોઈની નજર છે. દરેક મોટી પાર્ટીઓ અત્યારે પરીણામના રાજકીય દરવાજે ઉભી છે ત્યારે પોલના આંકડાઓ BJPની સ્પષ્ટ બહુમતી દર્શાવી રહ્યા છે.

બહુમતી માટે 92 સીટોની જરુર છે ત્યારે પોલના આંકડાઓ જો ઉંધા પડી ગયા એટલે કે, ખોટા ઠર્યા અને આપ અને કોંગ્રેસ પણ મોટા વોટો ખેંચે છે. કેમ કે, અગાઉ પોલના આંકડા ભૂતકાળમાં આપને લઈને ખોટા દિલ્હી અને પંજાબમાં ઠર્યા છે તો શું આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં બેસી શકે છે. તે પણ સવાલ છે.

આ વાતને લઈને ગુજરાતમાં CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે, અમે પરિણામો બાદ વિચારીશું. ગઠબંધન એ પછીનો વિચાર છે. આ રીતે ઇસુદાન ગઢવીએ ગોળ ગોળ જવાબ આપી ગઠબંધન તરફ આંગળી ચીંધી હતી. જો કે, આવું થાય તો 27 વર્ષના કિલ્લો જે ભાજપ ગુજરાતમાં છે તે તોડવા માટે એડીચોટીનું જોર પણ પાર્ટીઓ લગાવી શકે છે. ઇસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે અમે જીતી રહ્યા છીએ. અમે સરકાર બનાવીશું. ગઠબંધન અંગે તેમણે એમ પણ કહ્યું કે અમે 8 ડિસેમ્બરે જ આ વાતનો ખ્યાલ આવશે એમ તેઓ સતત જીતનો દાવો કરી રહ્યા છે.

સોમવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ પોલના આંકડાઓ અનુસાર ભાજપને 182માંથી 130 આસપાસ બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 30થી 40 બેઠકો મળવાની ધારણા છે. સાથે જ આમ આદમી પાર્ટીને 7થી 15 સીટો મળવાની આશા એમ અલગ અલગ એજન્સીઓ લગાવી રહી છે. જો કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના CM પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીએ એક્ઝિટ પોલ જાહેર થયા બાદ મોટું નિવેદન આપ્યું હતું હજુ પણ તેઓ જીતનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમતી નહીં મળે તો તે કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. જોકે, પરિણામો બાદ જ ગઠબંધન અંગે વિચારણા કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp