AAP કોર્પોરેટરે ઠરાવ વગર યોગી ગાર્ડનનું નામ બદલી પાટીદાર કર્યુ, કમિશનરે કહ્યું..

PC: divyabhaskar.co.in

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ બાદ આમ આદમી પાર્ટીએ કુલ 27 બેઠક જીતી છે. આ જીત મળતા જ નવા ચૂંટાયેલા કાન્સિલરો એકાએક ઉત્સાહમાં આવી ગયા હતા. સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી ગાર્ડનનું નામ ઘણા સમયથી બદલવા માટે લોકોની માગ હતી. વૉર્ડ નં.17માં આમ આદમી પાર્ટીના કાઉન્સિલર ચૂંટાયા બાદ કાર્યકરો તથા લોકોએ સાથે મળીને રાતોરાત યોગી ગાર્ડનનું નામ બદલીને પાટીદાર આંદોલન કરી નાંખ્યું.

આ પછી કાઉન્સિલરે કહ્યું છે કે, અમે હવે પાલિકામાં રજૂઆતકરી કમિશનર પાસેથી લોકહીતમાં સહમતી લઈશું. જ્યારે સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જોઈએ. કોઈની મનમાની નહીં ચાલે. જોકે, આ વિવાદ વચ્ચે પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઊતારીને યોગી ઉદ્યાનનું બોર્ડ ફરી લગાવી દીધું છે. મહાનગર પાલિકાએ યોગી ચોકમાં જે બગીચો બનાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ એનું રાતોરાત નામ બદલી નાંખ્યું.

યોગી ઉદ્યાન એ નામ મહાનગર પાલિકા તરફથી રાખવામાં આવ્યું છે. જેને પટેલ કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સ્થાનિક લોકો સાથે મળીને મોડી રાત્રે આ ગાર્ડનનું નામ બદલી નાંખ્યું છે. નામને લઈને ફરી રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં પાટીદારોની વસ્તી ખૂબ વધારે છે. યોગી ચોક વિસ્તારમાં બનાવવામાં આવેલા ગાર્ડનને અગાઉ પાટીદાર ગાર્ડન એવું નામ લોકોએ જ આપ્યું હતું. પછી ભાજપના શાસકોએ એમાં ફેરફાર કરી યોગી ઉદ્યાન કરી નાંખ્યું. આ નિર્ણયથી સ્થાનિકોમાં પણ રોષની લાગણી છે.

સ્થાનિક લોકોની રજૂઆત મળી હતી. અગાઉ પાટીદાર ગાર્ડન નામ રાખવાનું નક્કી કર્યા બાદ યોગી ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે. લોકોની લાગણીને ધ્યાને રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. આ મુદ્દે કમિશનરને રજૂઆત કરીશું અને સ્પષ્ટ કરીશું કે, લોકોની માગ અનુસાર ગાર્ડનનું નામ રાખવામાં આવે. સુરત મહાનગર પાલિકા કમિશનર પાનીએ જણાવ્યું કે, કોઈ પમ જાહેર મિલકતનું નામ નિયમ પ્રમાણે રાખવામાં આવે છે. જનરલ બોર્ડમાં જે નામનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય એ જ નામ રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિ, રાજકીય પક્ષ કે સમાજ પોતાની રીતે એમાં કોઈ ફેરફાર ન કરી શકે. પાટીદાર ગાર્ડનનું બોર્ડ લાગ્યા બાદ પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડન બોર્ડ દૂર કરીને જુનુ યોગી ઉદ્યાનનું બોર્ડ લગાવી દીધુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp