વિધવા મહિલાએ સુરતના પોલીસ કોન્સ્ટેબલ સામે કોર્ટમાં કરી દુષ્કર્મની ફરિયાદ

PC: tosshub.com

રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે, ત્યારે સુરતમાં એક પોલીસ કોન્સ્ટેબલની સામે એક વિધવા મહિલાએ લગ્નની લાલચ આપીને અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ સ્ટેશનના PI કોન્સ્ટેબલને છાવરતા હોવાના આક્ષેપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર સુરતના માનદરવા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા સાથે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિપક ખોંડેએ વર્ષ 2016થી નવેમ્બર 2018 સુધી લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિધવા મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી કોન્સ્ટેબલને એક મહિલા પોલીસકર્મી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો.

આ બાબતે વિધવા મહિલાને પોલીસ કોન્સ્ટેબલ સાથે અવારનવાર ઝઘડાઓ થતા હતા અંતે કોન્સ્ટેબલે તેને તરછોડી હોવાના આક્ષેપો સાથે વિધવા મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી પરંતુ સલાબતપુરા પોલીસ સ્ટેશનના PI દ્વારા કોન્સ્ટેબલને છાવરવામાં આવતો હોવાના આક્ષેપો સાથે એડવોકેટ ઇલ્યાસ પટેલ મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કોર્ટમાં ફરિયાદ કર્યા પછી કેસમાં વિટનેસની ચકાસણી શરૂ કરવામાં આવી છે. ચકાસણી થયા પછી જ ફરિયાદ સેશન્સ કોર્ટમાં જશે.

ઉલ્લેખનીય છે કે, લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો લોકો પોલીસની પાસે મદદ માગવા જાય છે પરંતુ આ કેસમાં કોન્સ્ટેબલને બચાવવા માટેના PI દ્વારા પ્રયાસ કરવાના આક્ષેપો કરતી કોર્ટમાં ફરિયાદ થતા ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp