ટ્રમ્પની મુલાકાત પહેલા અમદાવાદમાં જે ઝૂંપડાઓ પાસે દિવાલ બની, ત્યાં ભૂખ હડતાલ શરૂ

PC: rediff.com

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા અમદાવાદમાં જે ઝુપડીઓની સામે દિવાલ બનાવવામાં આવી હતી, ત્યાં ભૂખ હડતાલ શરૂ થઈ ગઈ છે. કેરળની સોશિયલ વર્કર અશ્વતી જ્વાલાએ શરણીવ્યાસ સ્લમની સામે બનેલી દિવાલની પાસે ભૂખ હડતાલની શરૂઆત કરી દીધી છે. જ્વાલા એક સામાજિક સંગઠન ચલાવે છે, જે વિસ્થાપિત અને વૃદ્ધ લોકોને ભોજન અને રહેવાની સગવડ કરાવી આપે છે.

ભૂખ હડતાલ વિશે જ્વાલાનું કહેવું છે કે, તેણે ન્યૂઝપેપરો દ્વારા ઝુપડાઓ છુપાવવા માટે ગુજરાત સરકાર તરફથી બનાવવામાં આવી રહેલી 600 મીટરની દિવાલ વિશે વાંચ્યું. મને તે વાંચી ઝટકો લાગ્યો. ત્યાર બાદ ઝુપડાઓના સમર્થનમાં મેં હડતાલ કરવાનો નિર્ણય લીધો.

જ્વાલાએ ત્યાંના લોકોની મુલાકાત કરી અને જાણ્યું કે, પોલીસે ઝુપડામાં રહેનારા લોકોને ડરાવ્યા છે. તેનું કહેવું છે કે, સરકાર આ લોકોની સાથે જે કરી રહી છે તે અત્યાચાર જ છે. સરકારે અહીં રહેનારા લોકોને ફરી આ સ્થળે વસાવવા જોઈએ.

જણાવી દઈએ કે, અમદાવાદ પાલિકાએ ટ્રમ્પની મુલાકાત પહેલા મોટેરા સ્ટેડિયમની પાસે રહેનારા લગભગ 45 પરિવારોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપી હતી. ત્યાર બાદ ત્યાં રહેનારા લોકોના માટે રહેવાનું સંકટ આવી ગયું. જોકે, AMCનું કહેવું છે કે, આ નોટિસનું ટ્રમ્પની મુલાકાત સાથે કોઈ લેવાદેવા નથી.

એટલું જ નહીં નગર નિગમ પ્રમુખ વિજય નેહરાએ ઝુપડાઓને છુપાવવા માટે બનાવવામાં આવેલી 600 મીટર ઊંચી દિવાલનું પણ ટ્રમ્પની મુલાકાત સાથે કોઈ સંબંધ નથી તે વાતને નકારી દીધી છે.

જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ જે રસ્તા પર રોડ શો કરવાના છે, તેનું સૌંદર્યકરણ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં ખજૂરના ઝાડ પણ લગાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp