દુનિયાનું સૌથી મોટું 250 કરોડનું ક્રિકેટ સ્ટેડિયમ રૂ.700 કરોડ સુધી પહોંચ્યું 

PC: khabarchhe.com

અમદાવાદમાં 63 એકરમાં ઊભેલું 55 હજાર લોકોની બેસવાની ક્ષમતા ધરાવતાં મોટેરા ખાતેના સરદાર પટેલ સ્ટેડિયમને તોડીફોડીને 1.10 લાખ લોકો બેસી શકે એવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવાનું આયોજન થયું ત્યારે રૂ.250 કરોડનો ખર્ચ વધીને હવે રૂ.700 કરોને પાર કરી ગયો છે. મેલબોર્ન ક્રિકેટ સ્ટેજડિયમમાં એક લાખ ક્રિકેટ પ્રેમીઓ બેસીને મેચ જોઈ શકે છે. મોટેરા ખાતેનું આ સ્ટેડિયમ 2015માં બનાવવામાં નવું બનાવવાનું કામ શરૂ કરાયું હતું.

ગુજરાત સ્ટેડિયમ તરીકે ઓળખાતા અને તેની માલિકી ગુજરાત ક્રિકેટ એસોશીએશન પાસે છે. તેનું બાંધકામ L&T કરી રહ્યું છે. આજે તેની બાંધકામનું ખર્ચ રૂ.250 કરોડથી વધીને રૂ.700 કરોડની ઉપર થઈ ગયું છે. હાલ તે ખર્ચ રૂ.800 કરોડની આસપાસ પહોંચી ગયું છે. હવે સ્ટેડિયમ પૂરું થશે ત્યાં સુધીમાં કદાચ તે રૂ.1000 કરોડ સુધી પહોંચી ગયું હશે. તેમ સ્ટેડિયમ સામે લગત ચલાવી રહેલાં રોશન શાહે જણાવ્યું હતું.

રોશન શાહે જણાવ્યું કે સારી હાલતમાં રહેલું સ્ટેડિયમ તોડી પાડીને નવું બનાવવાનો નિર્ણય ખોટો હતો. તેથી મેં વડી અદાલતમાં જાહેર હીતની અરજી કરી હતી. કારણ કે ત્યારે GCA પાસે રૂ.150 કરોડનું ફંડ હતું અને સ્ટેડિયમ નફો કરતું હતું.

ગુજરાતના જાણીતા રાજકારણી અને હાલમાં ભાજપના નેતા નરહરી અમીન જ્યારે કોંગ્રેસમાં હતા અને તેઓ પ્રમુખ બન્યા ત્યારે 1993માં રૂ.11 કરોડનું દેવું હતું. 1993 મૃગેશ વૈષ્ણવ હતા ત્યારે મેદાનમાં બાવળીયા ઉગી ગયા હતા. 1999થી 2006 સુધીમાં નરહરી અમીને રૂ.50 કરોડનું નવું બાંધકામ અને રિનોવેશન કર્યું હતું. જ્યારે તેઓ લઘુમતીમાં આવી જતાં 2009માં રાજીનામું આપી દીધું ત્યારે બેલેન્સ રૂ.54 કરોડ હતું. કનૈલાલ કોન્ટ્રાક્ટર પણ ત્યારે હતા. ત્યાર બાદ BCCI મેન્ટેનન્સ અને ફંડ પેટે સારી રકમ આપતાં રૂ.175 બેલેન્સ થઈ ગયું હતું. એમ એક સમયે સ્ટેડિયમ સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું હતું. ૉ

આમ રૂ.250 કરોડનું ખર્ચ વધીને રૂ.1000 કરોડ સુધી પહોંચવા પાછળના ઘણાં કારણો છે. એક લાખની કેપેસીટી માટે ઊંચે સુધી બાંધકામ કરવું પડ્યું છે. લીફ્ટના બદલે બાજુની જમીન પર ઢાળ બનાવીને લોકોને ઊપર સુધી ચઢવા માટે બનાવવાં આવ્યું છે.

મોંઘા સ્ટેડિયમના કારણો અને વિવાદો

  • બાજુના બે મેદાન સ્ટેડિયમમાં સમાવી લેવા પડ્યા છે.
  • એક બેંક દ્વારા રૂ.350 કરોડની લોન આપી છે તેનું વ્યાજ જંગી થઈ ગયું છે.
  • BCCI વર્ષે રૂ.3થી5 કરોડ આપતી હતી તે રકમ વધુ આવતી નથી.
  • દર વર્ષે રૂ.55 કરોડનું વ્યાજ ભરવું મુશ્કેલ બની રહેશે. તેના નાણાં મળવા મુશ્કેલ છે.
  • GCI દેવાદાર બની જશે.
  • વર્ષે રૂ.20 કરોડથી વધારે આવક થઈ શકે તેમ નથી. તેથી રૂ.55 કરોડનું વ્યાજ વર્ષે કઈ રીતે ચૂકવાશે.
  • આસારામના આશ્રમનો જે માર્ગ છે ત્યાં મેટ્રો ટ્રેન નિકળે છે, તેથી રસ્તો સાંકળો બની ગયો છે.
  • 45-55 હજાર લોકો નિકળતાં ત્યારે બે કલાક ટ્રાફિક જામ રહેતો હતો.
  • 1.10 લાખ માણસો નિકળશે ત્યારે અહીં કલાકો સુધી ટ્રાફિક જામ રહેશે.
  • ટ્રાફિકના કારણે એક લાખ દર્શકો આવશે નહીં. ક્ષમતાનો પૂરેપુરો ઉપયોગ થશે નહીં.
  • ક્રિકેટરોને જે આંતરરાષ્ટ્રીય સુવિધા મળતી હતી તે નરહરી અમીન બનાવીને ગયા હતા. તેમાં કોઈ વધારે સુવિધા આપી શકાય તેમ ન હતી.
  • જૂનું સ્ટેડિયમ શ્રેષ્ઠ હતું અને તેમાં બહું ઓછી વખત પુરેપુરૂં ભરાયું છે. તો નવું સ્ટેડિયમ એક લાખથી પાકિસ્તાનની મેચ શિવાય નહીં ભરાય.
  • નવું સ્ટેડિયમ બનાવવું તે ખોટનો ધંધો રહેશે. GCI દેવાદાર બની જશે. પૈસા ન ચૂકવી શકાતા બેંકો ફડચામાં લઈ જવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp