આ સ્માર્ટફોન હશે 2020નો સૌથી ઝડપથી ચાર્જ થનારો ફોન

PC: gadgets360cdn.com

Mi 10 Pro Plus આ વર્ષો લોન્ચ થનારો સૌથી ફાસ્ટ ચાર્જિંદ સ્માર્ટફોન હોઇ શકે છે. આ દાવો ડિજિટલ ચેટ સ્ટેશને કર્યો છે. Xiaomi સ્માર્ટફોનને કથિતપણે AnTuTu બેંચમાર્ક પર શ્રેષ્ઠ સ્કોર પ્રાપ્ત થયો છે. જ્યાં એક અજ્ઞાત ડિવાઇસ મોડલ નંબર M2007J1SCની સાથે લિસ્ટ હતો. જેને 687,422 બેંચમાર્કિંગ સ્કોર મળ્યા હતા. Xiaomiના CEO Lei Jun એ આવનારા ડિવાઇસના સ્પેસિફિકેશન ટીઝ કર્યા હતા. જે ટોપ ક્લાસ સ્પેસિફિકેશન હતા, જેનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે Mi 10 Pro નો પ્રીમિયમ વેરિઅન્ટ હોઇ શકે છે, જેને Mi 10 Pro Plus ના નામથી ઓળખી શકાય છે.

જાણકારી અનુસાર, Mi 10 Pro Plus સ્માર્ટફોન આ વર્ષે લોન્ચ થનારો સૌથી ફાસ્ટ ચાર્જિંગ ફોન હોઇ શકે છે. આવનારા આ સ્માર્ટફોનમાં વાયર્ડ, વાયરલેસ અને રિવર્સ વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીના કોમ્બીનેશનને ફીચર કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ટિપ્સરે આ ફોનની AnTuTu બેંચમાર્કિંગ સ્કોરની જાણકારી આપી હતી. જેના અનુસાર, આ સ્માર્ટફોનનો મોડલ નંબર M2007J1SC છે. સ્કોરની વાત કરીએ તો આ સ્માર્ટફોને CPUમાં 182,883 પોઈન્ટ્સ, GPU માં 292,704 પોઈન્ટ્સ,  મેમરી માં 115,687 પોઈન્ટ્સ અને UX ટેસ્ટમાં 96,148 પોઈન્ટ્સ પ્રાપ્ત કર્યા છે. ડિવાઇસનો ટોટલ સ્કોર 687,422 છે. હાઇ એન્ડ Lenovo Legion Phone Duel સાથે તેની તુલના કરીએ તો આ ફોનને 648,871 સ્કોર પ્રાપ્ત થયા છે.

Mi 10 Pro Plus સ્પેસિફિકેશન

Xiaomiના CEO લી જુને આ આવનારા ફોનના હાઇ એન્ડ સ્પેસિફિકેશનની જાણકારી આપી છે. આશા કરવામાં આવી રહી છે કે, આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ, હાઇ રિફ્રેશ રેટ સ્ક્રીન, પાવરફુલ કેમેરાની સાથે 30x અને તેનાથી વધારે ઝૂમ, ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિંટ સેંસર, સ્ટીરિયો અને ઈન બિલ્ટ કૂલિંગ ટેક્નોલોજી આપવામાં આવશે.

Xiaomiના CEO Lei Junએ પણ જાણકારી આપી છે કે, ડિવાઇસની બેટરીની ક્ષમતા 4500 કે તેનાથી વધારાની રહેશે. તેના ફ્રંટ અને રિયર ઓપ્ટિકલ સેંસર સેંસિટવ ઓટોમેટિક બ્રાઈટનેસ કન્ટ્રોલની સાથે આવી શકે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં નિયર ફીલ્ડ કમ્યૂનિકેશન અને ઈન્ફ્રરેડ રિમોટ કન્ટ્રોલ સપોર્ટ પણ મોજૂદ હોઇ શકે છે.

ખબરો અનુસાર, Mi 10 Pro Plus સ્માર્ટફોન ચીનમાં ઓગસ્ટ મહિનામાં લોન્ચ થઇ શકે છે. જોકે, Xiaomi દ્વારા લોન્ચ અને સ્પેસિફિકેશન સંબંધિત આ જાણકારી ઓફિશ્યલી રીતે સાર્વજનિક કરવી બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp