ગુજરાતના 96 તાલુકાના ખેડૂતોને રૂ.1010 કરોડની સબસિડી ચૂકવાઈ

PC: news18.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, ખેડૂતોની હિતને વરેલી રાજ્યસરકારે અનેકવિધ ખેડૂતલક્ષી નિર્ણયો કરીને ખેડૂતોને સહાય પુરી પાડી છે. તદ્ અનુસાર રાજ્યના 45 અસરગ્રસ્ત તથા 51 દુષ્કાળગ્રસ્ત તાલુકાના ખેડૂતોને રૂ.1010 કરોડની ઈનપુટ સબસીડી ચૂકવી દેવામાં આવી છે. નીતિન પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના ખેડૂત ખાતેદારોને સબસિડી ઝડપથી ચૂકવવા માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. 51 તાલુકાના 5.95 લાખ ખેડૂતોને રૂ.610.09 કરોડ તથા 45 તાલુકાના 4.77 લાખ ખેડૂતોને રૂ.400 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. તેમજ પશુઓને જરૂરીયાત મુજબ ઘાસચારો તથા યુવાનોને રોજગારી માટે મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ વર્ષે સામાન્ય કરતા ઓછો વરસાદ થવાથી 11 જિલ્લાના 51 તાલુકાઓને રાજ્યસરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. તેમજ 250 થી 400 મિ.મી. સુધી વરસાદ થયો હોય તેવા 16 જિલ્લાના 45 તાલુકાઓને અસરગ્રસ્થ જાહેર કરાયાં હતા. દુષ્કાળગ્રસ્ત 51 તાલુકામાં પ્રતિ હેક્ટર રૂ.6800/- વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને ઈનપુટ સહાય તથા અસર ગ્રસ્થ 45 તાલુકાઓમાં અનુક્રમે પ્રતિ હેક્ટર રૂ. 5300/-(351થી 400મી.મી. વરસાદ ધરાવતા તાલુકા), 5800/-(301 થી 350 મી.મી. વરસાદ ધરાવતા તાલુકા) અને 6300/- (251 થી 300 મી.મી. વરસાદ ધરાવતા તાલુકા)માં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં ક્રોપ ઈનપુટ સહાય આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp