4700 તલાટીની જગ્યા ખાલી અને ભરાશે માત્ર 1800, ગામડાનો વહીવટ ખાડે

PC: khabarchhe.com

4,700 મહેસૂલી તલાટીની જગ્યા ખાલી છે છતાં ગુજરાતની ભાજપ સરકારે માત્ર 1,800 તલાટીની જગ્યા ભરવાની મંજૂરી આપી છે. મહેસૂલ વિભાગના ઉપસચિવ આર. એચ. ભાભોરે આદેશ કર્યો છે કે ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી વહીવટનો વ્યાપ છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં સારી મહેસૂલી સેવા મળે તે માટે ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની જગ્યા ઊભી કરવા માટે મહેસૂલી તલાટી વર્ગ 3ની 1800 જગ્યા ઊભી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

બઢતી અને ભરતી નિયમ પ્રમાણે જ કરવાની રહેશે. આમ સરકાર પોતે જ કબૂલે છે કે હાલ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીની તંગી છે. સરકાર દ્વારા ગામડામાં સારી સેવા આપી શકાતી નથી. ખરેખર તો 4700 મહેસૂલ તલાટીની જરૂર છે. તેનો મતલબ કે હાલ સારી સેવા મળતી નથી. જે નવી ભરતી થવાની છે, તેમાં પણ 3,900 તલાટીની ઘટ રહેવાની છે.

તેનો સીધો મતલબ કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સારી સેવા નહીં મળે. ખેડૂતોને સારી સેવા મળી શકશે નહીં. હાલ તલાટી દ્વારા સરકારની કામગીરી સારી રીતે થતી નથી. પશુની વસતિ ગણતરી કરવાની છે તેમ છતાં તે કરવામાં આવતી નથી. ખેડૂતોને દાખલા અને ખેતીને લગતી કામગીરી પણ કરવામાં આવતી નથી. તેથી ખેડૂતોમાં પણ નારાજગી છે. મહેસૂલી નોંધો પણ પંચાયતમાં પાડવામાં આવતી ન હોવાથી સરકારી રેકર્ડમાં ખેડૂતોની બાબતો આવતી નથી. જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આવું થવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ અસર ઊભી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp