મગફળીના 2584.70 કરોડ સીધા જ ખેડૂતોના એકાઉન્ટમાં ગયા

PC: jagran.com

રાજ્યમાં મગફળીના થયેલા મબલખ ઉત્પાદન સંદર્ભે ગુજરાત સરકારે લાભપાંચમથી જ નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. મગફળીની આવક વધુ હોવાથી નાફેડ દ્વારા વધારાની 4 લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાય તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારમાં દરખાસ્‍ત કરી તે સત્વરે મંજૂર થશે. તેમ ખેતી નિયામક ભરત મોદીએ જણાવ્યું છે.

કૃષિ નિયામક ભરત મોદીએ કહ્યું કે, 137 કેન્દ્રો કે જે એપીએમસીની અંદર કાર્યરત છે તેના પરથી મગફળી ખરીદી ચાલુ જ છે. કૃષિ નિયામકે જણાવ્યું કે, રાજ્ય સરકાર ગુણવત્તાયુકત મગફળી ખરીદી કરવા પ્રતિબદ્ધ છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારને મગફળીની ખરીદીની ગુણવત્તા બાબતે કોઇ પણ ફરિયાદ-રજૂઆત મળશે તો તેની પૂરતી તપાસ કરવામાં આવશે.

ભરત મોદીએ રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની વિગતો આપતાં કહ્યું કે, અત્યાર સુધી 3495કરોડની 388.40 લાખ મણ એટલે કે 7.76 લાખ મે.ટનની ખરીદી થઇ છે. જેનો 4,01,187 ખેડૂતોએ લાભ લીધો છે.

આજ સુધીમાં નોડલ એજન્સીઓ દ્વારા 2584.70 કરોડની ચૂકવણી સીધી જ ખેડૂતોના એકાઉન્ટમાં કરી દેવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે નક્કી કરેલા ટેકાનો ભાવ 4450 ક્વિન્ટલ દીઠ છે તેના ઉપર 50નું બોનસ રાજ્ય સરકારે જાહેર કરીને 4500ના ભાવે ખરીદી થઇ રહી છે. હાલ બજાર ભાવ 3500 થી 3600 ચાલી રહ્યો છે એટલે કે બજારભાવ કરતાં વધુ ભાવે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp