શેરડી પકવતા ખેડૂતોનો 3200 કરોડ વેરો: રાજકીય પક્ષોને મુશ્કેલી

PC: thewire.in

ગુજરાતની 18 સહકારી ખાંડ મીલોને આવકવેરાના રૂ.3200 કરોડ ભરી દેવા માટે સરકારે આપેલી નોટિસનો વિરોધ સહકારી ખાંડ મીલો અને શેરડી પકવતાં ખેડૂતો કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ખાંડનો મુદ્દો એટલો વ્યાપક બની ગયો છે કે તેની સીધી અસર વિધાનસભાની ચૂંટણીપર થઈ રહ્યો છે. આ વેરો દર કરવા માટે ભાજપ સરકાર વચન આપ્યું હતું પણ તે પૂરું કર્યું નથી. તેથી ખેડૂતોએ આ વખત ચૂંટણીમાં વિરોધ શરૂ કર્યો છે.

રાજકીય નેતાઓની સભાઓમાં પણ લોકો વિરોધ કરી રહ્યા છે. ખેતી પર આવકવેરો ન હોવો જોઈએ તેમ છતાં ખેડૂતોને શેરડી ઉપર જે વધારાની રકમ ચૂકવવામાં આવે છે તેના ઉપર વેરો લાદવામાં આવ્યો છે. આ અંગે તમામ ખાંડ મીલોને નોટિસ પણ આપવામાં આવી છે. જેની વસુલાત ચૂંટણીના દિવસો પછી કરવામાં આવી તેવી શક્યતા છે. તેના તમામ સભાસદો ખેડૂતો છે. ખેડૂતોએ નક્કી કર્યું છે કે જ્યાં પણ મોટા પક્ષોની સભા થાય ત્યાં તેમની સામે વિરોધ કરવો. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.