સૌરાષ્ટ્રમાં આ જગ્યાએ વરસાદના કારણે 8,000 ગુણ મગફળી પલળી

PC: youtube.com

'મહા' વાવાઝોડાની અસરના કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો, રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા પાછોતરા વરસાદે ખેડૂતોનો પાક બગાડ્યો, પછી 'ક્યાર' વાવાઝોડાના કારણે ખેડૂતોને નુક્શાનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને હવે ગુજરાત પર 'મહા' વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. 1 નવેમ્બરના રોજ મોડી રાત્રે ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ પડ્યો હતો અને આ કમોસમી વરસાદના કારણે યાર્ડમાં વેચાણ માટે રાખવામાં આવેલી ખેડૂતોની 8,000 ગુણી મગફળી પલળી ગઈ હતી. મગફળી પલળવાના કારણે ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.



એક રિપોર્ટ અનુસાર ગત રાત્રીના 12 વાગ્યા પછી ગીર સોમનાથના દરિયા કાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદના કારણે કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર રાખવામાં આવેલી ખેડૂતોની 8000 ગુણી મગફળી વરસાદમાં પલળી ગઈ હતી. આ ઉપરાંત વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાકને પણ ઘણું નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, જે મગફળી વરસાદમાં પલળી જાયને તેની ગુણવત્તા નીચી ગણવામાં આવે છે અને તેના પૈસા ખેડૂતોને સારી ગુણવત્તાની મગફળી કરતા અડધા જ આપવામાં આવે છે. હવે જ્યારે માર્કેટિંગ યાર્ડમાં જ ખેડૂતોની મગફળી પલળી ગઈ છે, ત્યારે શું સરકાર ખેડૂતોને તેમની મગફળીના વધારે ભાવ આપશે કે, પછી ખેડૂતોને સ્થિતિ પડ્યા પર પાટું લાગવા જેવી થશે. જો કે, ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર સામે માગ કરી હતી કે, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મગફળીની ગુણવત્તામાં સુધારાઓ કરવામાં આવે અને વધુમાં વધુ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp