કૃષિ બિલઃ AAP નેતાઓને બિલની કોપી ન મળતા સદનમાં પસાર કરી રાત

PC: static.india.com

કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ વિધાનસભામાં બિલ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. બિલની કોપી શેર નહીં કરવાને લઇ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સોમવારે અમરિંદર સિંહ સરકાર સામે વિધાનસભામાં ધરણા પ્રદર્શન કર્યું અને સદનમાં જ રાત પસાર કરી. તસવીરોમાં આપના ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં બેઠેલા નજર આવી રહ્યા છે. AAP ધારાસભ્યોની સરકારને માગ હતી કે મંગળવારે કેન્દ્રના કૃષિ કાયદા સામે વિધાનસભામાં રજૂ થનારા પ્રસ્તાવિત બિલની કોપી તેમને આપવામાં આવે.

પંજાબ સરકાર કેન્દ્રના નવા કૃષિ કાયદના પ્રભાવમાંથી નિકળવા માટે જ્યાં સુધી બને રાજ્યના કાયદાનો ઉપયોગ કરવા પર વિચાર કરી રહી છે.

આમ આદમી પાર્ટી નેતા અને નેતા વિપક્ષ હરપાલ ચીમાએ જણાવ્યું, આમ આદમી પાર્ટી કૃષિ કાયદાના વિરોધનું સમર્થન કરશે, પણ સરકાર તરફથી અમને બિલની કોપી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. એવામાં અમારા ધારાસભ્યો કઈ રીતે અગત્યના મુદ્દા પર ચર્ચા કરશે અને તેના પર બહસ કરશે.

જણાવી દઇએ કે, વિપક્ષી પાર્ટીઓએ પંજાબ વિધાનસભાના વિશેષ સત્રના પહેલા દિવસે કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં બિલ પટલ પર ન રાખવાને લઇ રાજ્ય સરકારની સોમવારે ટીકા કરી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સદનમાં ધરણા પ્રદર્શન પણ કર્યું. AAP નેતાઓ મોડી સાંજ સુધી વિધાનસભાની વચ્ચો વચ બેસી રહ્યા, ત્યાર પછી તેઓ વિધાનસભાની બહાર ગેલરીમાં ચાલ્યા ગયા, પણ સદન પરિસરની અંદર જ રહ્યા અને તેમણે એ બિલની કોપીઓની માગ કરી, જેને મંગળવારે રાજ્યની કોંગ્રેસ સરકાર રજૂ કરવાની છે.

તેની વચ્ચે રાજ્ય વિધાનસભામાં શિરોમણી અકાલી દળે કહ્યું કે, કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધ સામેનું બિલ સોમવારના રોજ જ રજૂ થઇ જવું જોઇતું હતું. પાર્ટીના પ્રતિનિધિમંડળે વિધાનસભા અધ્યક્ષ રાણા કેપી સિંહ સાથે સાંજે મુલાકાત કરી અને બિલની કોપી ન મળવા પર વિરોધ વ્યક્ત કર્યો. શિઅદ નેતાઓએ તેને લોકતંત્રની હત્યા ગણાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp