બિનખેતીની પ્રક્રિયા ઝડપી બનાવવા મહેસૂલ મંત્રીનો મહત્ત્વનો નિર્ણય

PC: twitter.com

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી કલ્યાણકારી વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર વધારો થવા પામેલ હોઈ, પ્રજાજનોને સ્થાનિકકક્ષાએ સરળતાથી અને નજીકના અંતરે મળી રહે તે હેતુસર 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ‘અ’ વર્ગની 18 નગરપાલિકા વિસ્તારોમાં હાલની મામલતદાર કચેરીઓનું વિભાજન કરી મામલતદાર (ગ્રામ્ય) અને મામલતદાર (શહેર) એમ બે અલગ કચેરીઓ ઉભી કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તે અન્વયે તાત્કાલીક અસરથી 18 નગરપાલિકા વિસ્તારો (1) અમરેલી (2) ભૂજ (3) કલોલ (4) વેરાવળ (5) ગોધરા (6) પાટણ (7) પોરબંદર (8) પાલનપુર (9) ડીસા (10) ભરૂચ (11) બોટાદ (12) મહેસાણા (13) જેતપુર (14) ગોંડલ (15) મોરબી (16) વાપી (17) વલસાડ (18) સુરેન્દ્રનગર મામલતદાર (શહેર)ની અલગ કચેરીઓ ઉભી કરવામાં આવશે. મામલતદાર (શહેર)ની નવી જગ્યાઓ અને કચેરીના નિર્ણયથી શહેરી વિસ્તારોના નાગરીકોને મહેસૂલી સેવાઓ મેળવવામાં વધુ સુગમતા રહેશે.

મહેસૂલ મંત્રીએ જણાવ્યું કે, બિનખેતી બાબતે રાજ્ય સરકાર દ્વારા લીધેલા નિર્ણયોને આગળ વધારતા કલેકટર કચેરી કક્ષાએ સત્તાનું વિકેન્દ્રીકરણ કરી બિનખેતી પરવાનગીની સત્તાઓ કલેકટરકક્ષાએ તથા નિવાસી અધિક કલેકટરકક્ષાએ વહેંચવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધેલ છે. જે મુજબ C અને D કક્ષાની નગરપાલિકાઓ, છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યના 3 હજારથી ઓછી વસ્તી ધરાવતા ગામોમાં અને 1 એકર સુધીની જમીન મર્યાદામાં બિનખેતી પરવાનગી આપવાની સત્તા નિવાસી અધિક કલેકટરને સોંપવામાં આવેલ છે જ્યારે તે સિવાયના તમામ વિસ્તારો માટે બિનખેતી પરવાનગી આપવાની સત્તા કલેકટર હસ્તક રાખવામાં આવેલ છે.

મહેસૂલ મંત્રીએ ઉમેર્યું કે, મહેસૂલી પ્રક્રિયાનું ડીઝીટાઈઝેશન થાય તે પ્રક્રિયાને આગળ વધારતા બિનખેતી પરવાનગી મેળવ્યાં બાદ સિસ્ટમ જનરેટેડ બિનખેતી પરવાનગી હુકમની સીધી જ નોંધ ઈ-ધરામાં થાય તેવી વ્યવસ્થા ફેબ્રુઆરી 2019થી અમલી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp