આણંદ યુનિવર્સિટીએ એવી ટેક્નિક વિકસાવી જેથી 57 ટકા બિયારણમાં બચત થાય છે

PC: youtube.com

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના ગોધરા દ્વારા એક એનોખું પ્લિન્ટિંગ યુનિટ તૈયાર કર્યું છે જેનાથી બિયારણમાં સારો એવો ફાયદો થાય છે. બળદથી તે ચલાવવામાં આવે છે.

મકાઈ, તુવેર, સોયાબીન, ચણાના પાકનું વાવેતર કરી શકાય છે. આવું સાધન વાપરવા માટે ઈજનેરોએ ભલામણ કરી છે. આ યુનિટ દ્વારા વાવેતર કરવાથી દાણા થાણીને વાવવાની પદ્ધતિ કરતાં 94 ટકા સમયની વચત થાય છે. 76 ટકા ખર્ચની બચત થાય છે. 57 ટકા બિયારણમાં બચત થાય છે.

ખેડૂતે પણ બનાવ્યું છે

જૂનાગઢ જિલ્લાનાં માળિયા-હાટિના તાલુકાના પીખોર ગામનાં ખેડૂત ભરત અગ્રવાતે મલ્ટીપર્પઝ એવું વાવણી અને નિંદામણ માટેનું રૂ.17થી21 હજારમાં મળે એવું મશીન બનાવ્યું છે. ખેડૂતોને બળદ કે મિની ટ્રેક્ટર ન હોય તો બે વ્યક્તિથી બેટરીથી ચાલી શકે છે. ઇ-સીડ ડ્રીલ કે ઇ-વીડર બાર રૂપિયામાં 15 વીઘા આખો દિવસ ચાલી શકે છે. ખેડૂતોને ટ્રેક્ટર ભાડે કરવા કરતા આ મશીનથી ખેતી કરવી વધુ સસ્તી પડે છે. ખેતીની જમીનના પ્રકાર પ્રમાણે મશીનના સ્ટૂલમાં ફેરફાર કરી શકાય છે. આંતર પાક માટે આ મશીન ઉપયોગી છે.

જીરો ટીલેજ સીડ મશીન

મધ્ય પ્રદેશના મુરેેૈના જિલ્લાના કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રના વૈજ્ઞાનિક ડો.યાદવેન્દ્ર પ્રતાપ સિંહે નવી ટેકનીકથી વાવણી કરે છે જેનાથી ઘઉંનો પાક વરસાદ કે પવનથી આડો પડી જતો નથી. વાવણી કરવા માટે જીરો ટિલેજ સીડ ડ્રિલનોપ્રયોગ કર્યો છે. વાવણી કરવા માટે મશીનમાં ખાતર અને બીજ સાથે નાંખવામાં આવે છે. ખેડાણનો ખર્ચ બચે છે. ખેતરના ખેડાણ માટે ખેડુતને ઘણો ખર્ચ થાય છે પરંતુ આ વિધિથી વાવણી કરવાથી ખેડુત ખર્ચ બચાવી શકે છે અને ઉત્પાદન પણ વધુ આવે છે. ઓછી પહોળાઈ ધરાવતા હળમાં મશીનના એક ભાગમાં બીજ અને બીજા ભાગમાં ખાતર હોય છે. જે નીચે હળ સુધી પહોંચે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp