હવે અન્ના હજારે પણ ખેડૂતોની વ્હારે, જાણો શું કરવાના છે

PC: abplive.com

અન્નાના નામથી જાણીતા કિશન બાબૂરાવ હજારેએ જાહેરાત કરી છે કે પોતે 30 જાન્યુઆરીથી કૃષિ કાયદાના વિરોધમાં ઉપવાસ પર ઉતરશે. ઉપવાસનું સ્થળ તેમણે દિલ્લી, મુંબઇ ને બદલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા તેમના ગામ રાલેગણ સિધ્ધીમાં રાખ્યું છે. દિલ્હી બોર્ડર પર ચાલી રહેલાં ખેડુતોના આંદોલન પર અન્ના હજારે  નજર રાખી રહ્યા છે. તેમણે ડિસેમ્બર મહિનામાં ખેડુતોના સમર્થનમાં એક દિવસનો ઉપવાસ પણ કર્યો હતો.

અન્ના હજારેએ જાહેરાત કરી છે  કે 30 જાન્યુઆરીથી પોતે કૃષિ કાયદાને પાછા ખેંચવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરશે. તેમણે દિલ્હી સરકાર પાસે રામલીલા મેદાન પર ઉપવાસ કરવાની પરવાનગી માંગી હતી, પરંતુ કોઇ જવાબ નહીં આવતા, તેમણે પોતાના ઘરે જ આમરણાંત ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. આ પહેલાં અન્ના જનલોકપાલ બિલ માટે ઉપવાસ કરી ચુક્યા છે.

ભૂતપૂર્વ સૈનિક અન્ના હજારેને એક ગાંધીવાદી સમાજ સેવક માનવામાં આવે છે. ભષ્ટ્રાચારની વિરુદ્ધમાં અને સારા વહીવટ માટે  અન્ના અનેક વખત ઉપવાસ કરી ચુકયા છે. પહેલાં તેઓ મહારાષ્ટ્રમાં ઘણી વખત આંદોલન કરી ચુકયા છે, પણ તેમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ 2011માં કરેલા જનલોકપાલ બિલ આંદોલનનને કારણે મળી.દેશભરમાંથી તેમના આંદોલનને સમર્થન મળ્યું હતું અને ટીવી ચેનલો પર પણ અન્નાના આંદોલનને વેઇટેજ મળતું હતું.

 વર્ષ 2011માં અન્નાનું આંદોલન નોન પોલિટિકલ હતુ, પણ આ આંદોલને દેશના રાજકારણમાં ઘણાં નવા ચહેરાઓને જન્મ આપ્યો. જેમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી, જનરલ વી.કે.સિંહ, શાજિયા ઇલમીનો સમાવેશ થાય છે. તેમના સમર્થનમાં આંદોલનમાં જોડાયા પછી આ લોકો રાજકારણમાં જવાને કારણે અન્ના હજારેએ જાહેરાત કરી હતી કે તેમની સાથે આંદોલનમાં જોડાનારે રાજનીતિમાં નહીં જવાનું શપથપત્ર આપવું પડશે.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે અન્નાના આંદોલનને મુખ્ય કારણ માનવામાં આવે છે. કૃષિ કાયદા સામે દિલ્હીની બાર્ડર પર આંદોલન કરી રહેલા ખેડુતોને સમજાવવા માટે  બીજેપી સરકાર સંઘર્ષ કરી રહી છે, તમાં અન્ના હજારેના આમરણાંત ઉપવાસની જાહેરાતને કારણે સરકાર માટે નવું સિરદર્દ ઉભું થયું છે. અન્ના હજારેને સમજાવવાની કોશિશ ચાલું હોવાનું જાણવા મળ્યું છે.

 લગભગ 65 દિવસથી સરકાર સામે આંદોલન કરી રહેલાં ખેડુતોની સરકાર સાથેની 10 મિટીંગમાં પણ ધાર્યું પરિણામ મળ્યું નથી ત્યારે અન્નાની જાહેરાત ખેડુતો માટે ઉત્સાહ પ્રેરક રહેશે એમ માનવામાં આવી રહ્યું છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp