26th January selfie contest
BazarBit

કમોસમી વરસાદ પછી ખેડૂતો માથે આવી બીજી આફત, રાત્રે જ ત્રાટકે છે

PC: khabarchhe.com

ગુજરાતનું વાતાવરણમાં બદલાવ આવતાં આ વર્ષે ઘઉંના પાકમાં ઈયળો લશ્કરની જેમ હુમલાઓ કરીને ઘઉંને ખેદાન મેદાન કરી નાંખે છે. આખેઆખો પાક ખાઈ જાય છે. એક ચોરસ ફૂટમાં 6થી 10 ઈયળ જોવા મળે છે. આ ઈયળ આર્મીની જેમ એકી સાથે આવી જાય છે. ગયા વર્ષથી શરૂં થયેલા હુમલાઓ આખા ખેતરો સાફ કરી નાંખ્યા હતા. ગુજરાતમાં 10 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું હોય છે. હજુ સુધી 5 ટકા વાવેતર થયું છે. 

ગુજરાતની જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યલયના વિજ્ઞાનીઓએ જાહેર કર્યું છે કે, ગુજરાતનું હવામાન બદલાયું છે. તેથી ઘઉંમાં માયથેમીયા સેપેરેટા નામની લશ્કરી ઈયળ – આર્મી વોર્મ ત્રાટકતી જોવા મળે છે. ઈયળના આગળના ભાગે અંગ્રેજી વી આકાર જોવા મળે છે. તેને અડકતાં તે ગુંચળું વળી જાય છે. આ ઈયળ મોટા ભાગે જુવાર, બાજરી, મકાઈ પર હુમલા કરતી હતી પણ ગુજરાતમાં વાતાવરણ બદલાતા હવે તે આ વર્ષે ઘઉંના પાક પર હુમલા કરીને પાકનો નાશ કરી રહી છે. જે અગાઉ ક્યારેય લશ્કરી ઈયળ ઘઉંના પાક પર હુમલા કરતી ન હતી. હવે તે ઈયળોએ પોતાનું અનુલુલન સાધી લીધું છે અને ઘઉં પર હુમલાઓ શરૂ કર્યા છે.

રાતના સમયે તે હુમલા કરે છે. પાન ખાઈ જાય છે. ઘઉંની ભૂંગળી પર વિપરીત અસર કરે છે. આખા ખેતર સાફ કરી નાંખે છે. તેથી ઉત્પાદન પર માઠી અસર પડશે.

આખું ગામ જો સામૂહિક રીતે તેની સામે લડવા તૈયાર થાય તો જ તેના પર અંકુશ લાવી શકાય છે. ગામના અને આસપાસના ગામના લોકો એક જ દિવસે નક્કી કરે કે પ્રકાશપીંજર વાપરવું તો તેમાં ઈયળ પહેલાના ફૂદ્દા પકડીને નાશ કરી શકાય છે. ખેતરમાં ખડની ઢગલીઓ કરવાનું વિજ્ઞાનીઓએ કહ્યું છે. ઈયળ રાત્રી દરમ્યાન પાન, થડ અને કંટી કાપી ખાય છે. દિવસે સંતાઈ રહે છે.

કીટનાશક પાઉડરનો છંટકાવ કરવો જરૂરી છે. તેના નિયંત્રણ માટે મિથાઈલ પેરાથીઓન 2 ટકા ભૂકી અથવા કાર્બારીલ 5 ટકા ભૂકી હેક્ટરે 25 કિલોગ્રામ મુજબ છંટકાવ કરવો.

ખેડૂતોનો અનુભવ

લશ્કરી ઈયળનો ઉપદ્રવ જણાય તો બેસીલસ થુરીન્ઝીએન્સીસ પાવડર 20 ગ્રામ અથવા બેવેરીયાબેસીયાના નામની ફૂગનો પાવડર 40 ગ્રામ અથવા લીમડાનું તેલ 30 મીલીમાં કપડાં ધોવાનો પાવડર 10 ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક એઝાડીરેક્ટીન 1500 પીપીએમ 40 મીમી પૈકીની કોઇપણ એક દવા 10 લિટર પાણીમાં ઉમેરી આખો છોડ તેમજ ભૂંગળી પલળે એ રીતે છંટકાવ કરવો આવશ્યક છે. જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જણાય તો રાસાયણિક દવાઓ જેવી કે, ક્લોરોપાયરીફોસ 20 ટકા, ઇસ 20 મીલી અથવા એમામેક્ટીન બેન્ઝોએટ 5 એસજી 4 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી 3 મીલી પૈકીની કોઇપણ એક જંતુનાશક દવા 10 લિટર પાણીમાં ઉમેરી છોડ તેમજ ભૂંગળી પલળે એ રીતે છંટકાવ કરવો. જરૂર જણાય તો અઠવાડિયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવો. પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો 10 થી 15 દિવસનો સમય જાળવવો જોઇએ.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp