ભાજપના નેતાના કૌભાંડ પહેલા 1200 તળાવોનું 9 હજાર કરોડનું કૌભાંડ પકડાયું હતું

PC: khabarchhe.com

ભરૂચના ભાજપના નેતા પરેશ પટેલનું લાખો રૂપિયાનું જીંગા તળાવ કૌભાંડ પકડાયા પહેલાં 1200 જીંગા તળાવમાં રૂ.9000 કરોડનું કૌભાંડ થયું હતું. ભાજપના નેતા પરેશ પટેલના પાણી ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ભરૃચમાં ગેરકાયદે જીંગા ઉછેર કૌભાંડ આજે પણ ચાલી રહ્યાં છે.ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 8,500 હેકટર જમીનમાં 1,200 તળાવો ખોદી નાંખવામાં આવ્યાં હતાં. રૂ.9,000 કરોડનું જીંગા કૌભાંડ અંગે ભરૂચના મત્સ્યવિભાગના અધિકારી વી.એસ. ચૌધરીએ ધી કોસ્ટલ એકવાકલ્ચર ઓથોરીટી એકટની કલમ 14 મુજબ દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ પછી તેમાં કોને સજા થઈ તે અંગે આજ સુધી સત્તાવાળાઓએ જાહેર કર્યું નથી. હાલની ફરિયાદ બાબતે પરેશ પટેલ એવો લૂલો બચાવ કરે છે કે તેમણે સિંચાઇ ખાતાની મંજૂરીથી પાણી લેવાનું શરૂ કર્યું હતું કારણ કે તળાવમાં પાણી ન હતું.

ભાજપના લોકસભાના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ મૌન બની ગયા હતા.સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ બહાર આવ્યું હોવા છતાં ભાજપના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ મૌન ધારણ કરી લીધું હતું. આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલાં 1,200થી વધારે તળાવો તોડી પડાયા હતાં. રૂ.200ના કિલોના ભાવે જિંગા વેચાય છે.જીંગા તળાવ કૌભાંડ બહાર બાદ કોમી રમખાણો થયાં હતાં જેમાં ત્રણ યુવાનોના મોત થયાં હતાં. 200થી વધારે લોકો જેલના સળીયા પાછળ ધકેલાઇ ગયાં હતાં. જીંગા તળાવમાં થયેલો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હાંસોટના કોમી રમખાણો માટે જવાબદાર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp