મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતોને દર વર્ષે મળશે ₹6000, આ છે શરત

PC: facebook.com/narendramodi

બજેટ 2019માં મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર સતત દબાણમાં હતી, એવામાં તેમની નારાજગી દૂર કરવા માટે અને તેમના આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે મોદી સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે અને ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીયમંત્રી પિયૂષ ગોયલે શુક્રવારના રોજ અંતરિમ બજેટ 2019 રજૂ કરતા ખેડૂતોને મોટી ભેટ આપી હતી. સરકારે ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને અંતરિમ બજેટમાં ખેડૂતોની નારાજગી દૂર કરવા પ્રયાસ કર્યો હતો. સરકારે ખેડૂતોને ડાયરેક્ટ આર્થિક મદદ કરવાનો નિર્ણય લેતા ઇન્કમ સપોર્ટ પ્રોગ્રામની જાહેરાત કરી હતી. આ 6000 રૂપિયા મેળવવાની શરત એટલી છે કે જે ખેડૂત પાસે 2 હેક્ટર જમીન છે, તેમને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે.

પિયૂષ ગોયલે કહ્યું હતું કે, સરકારે 'PM કિસાન સન્માન નિધિ' યોજના શરૂ કરી છે. આ અંતર્ગત નબળા અને નાના ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે, જેથી ખેડૂતોનો આવક વધી શકે. ખેડૂતોને ત્રણ હપ્તામાં 2-2 હજાર રૂપિયા મળશે અને પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. આની 100% ફન્ડિંગ સરકાર કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સ્કીમ 1 ડિસેમ્બર 2018થી લાગુ થશે, જેનો લાભ 12 કરોડ ખેડૂત પરિવારને મળશે. આનાથી સરકાર પર 75000 કરોડનો ખર્ચ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp