200 રૂ. કિલો વેચાતા ટામેટા 20 દિવસમાં 2 રૂ. કિલોએ પહોંચ્યા તો ખેડૂતોએ....

PC: indiatimes.com

3 મહિના પહેલા જ્યારે ટામેટાના ભાવ 200 રૂપિયા કિલો થયા તો રસ્તાથી લઇ સંસદ સુધી હંગામો થયો હતો. પણ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. 200 રૂપિયા કિલોએ વેચાતા ટામેટાને 2 રૂપિયા કિલોમાં પણ કોઇ ખરીદવા માટે તૈયાર નથી. જેને કારણે મધ્ય પ્રદેશના બુરહાનપુર કૃષિ મંડીમાં ખેડૂતો ટામેટાને જમીન પર ફેંકી જઈ રહ્યા છે. લોકો બકરીઓ અને પશુઓને ખવડાવવા માટે ટામેટા લઇને જઇ રહ્યા છે. 100 રૂપિયા કિલો વેચાતા બટાકાના પણ આ જ હાલ છે.

એક મહિના પહેલા સુધી ટામેટાના ભાવ આકાશને આંબ્યા હતા. હવે સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે અને ભાવ ઘટી ગયા છે. જેને લઇ સ્થિતિ એવી બની છે કે ખેડૂતો મંડીઓમાં ટામેટા ફેંકીને આવી રહ્યા છે. મધ્ય પ્રદેશના ઘણાં જિલ્લાઓમાં ખેડૂતોની આવી સ્થિતિ બની છે. મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં પીડિત ખેડૂતોએ કહ્યું કે, અમારો ખર્ચો પણ નીકળી રહ્યો નથી. મંડીઓમાં ખેડૂતો ટામેટા ફેંકીને જઇ રહ્યા છે. ટામેટાની વધારે આવકના કારણે આ સ્થિતિ પેદા થઇ છે.

થોડા દિવસ સુધી બુરહાનપુરની મંડીઓમાં ટામેટાના ભાવ 200 રૂપિયે કિલો પહોંચી ગયા હતા. હવે 2 રૂપિયા કિલો ભાવ થઇ ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે, આ વર્ષે ટામેટાની આવક વધારે થવાના કારણે તેમની પાસે રાખવા માટે સ્ટોરેજ નથી. વધારે ઉત્પાદનને કારણે ટામેટાના ભાવ જોઇએ એવા મળી રહ્યા નથી. સાથે જ વરસાદે પણ અમને લાચાર કરી નાખ્યા છે.

ખેડૂતોએ કહ્યું કે, વધારે પડતા વરસાદને કારણે માલ બહાર જઇ રહ્યો નથી. એવામાં અમે અમારી ઉપજ ફેંકી રહ્યા છે. કાશીનાથ નામના ખેડૂતે કહ્યું કે, વાતાવરણ ખરાબ થવાને કારણે આવું થઇ રહ્યું છે. ટામેટા ખરાબ થઇ રહ્યા છે. એક ખેડૂતે કહ્યું કે, હું નિમાડથી ટામેટા લઇને આવું છું. 40-45 રૂપિયા કેરેટના ભાવે ટામેટા મંડીમાં વેચાઇ રહ્યા છે. અમારું ભાડુ પણ આમા નીકળતું નથી.

તેની સાથે જ ખેડૂતોએ કહ્યું કે, ટામેટાનો પાક કરવા માટે અમારે ઘણી મહેનત કરવી પડે છે. અમારો ખર્ચો પણ નીકળી રહ્યો નથી. હાલમાં ટામેટા 40 રૂપિયા કેરેટ વેચાઇ રહ્યા છે. વધારે માલ અને વરસાદને કારણે તે ખરાબ થઇ રહ્યો છે. બધા રસ્તાઓ પણ બંધ છે. એવામાં ટામેટાનો માલ અન્ય મંડીઓમાં જઇ રહ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp