26th January selfie contest

ખરીફ પાક માટે MSPને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી, જાણો ટેકાના ભાવ

PC: economictimes.indiatimes.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ બજાર સિઝન 2021-22 માટે તમામ અધિકૃત ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારાને મંજૂરી આપી છે. પાક ઉઘાડનારાને એમના પાક માટે લાભદાયી ભાવો મળી રહે એ સુનિશ્ચિત કરવા માટે સરકારે બજાર સિઝન 2021-22 માટે ખરીફ પાકના MSPમાં વધારો કર્યો છે. MSPમાં ગયા વર્ષની સરખામણીએ સંપૂર્ણ સૌથી વધારે MSPમાં વધારો તલ માટે (₹ 452 પ્રતિ ક્વિન્ટલ) ભલામણ કરવામાં આવ્યો છે, ત્યારબાદ તુવેર અને અડદ માટે (દરેકના ₹ 300 પ્રતિ ક્વિન્ટલ) ભલામણ કરાયો છે. મગફળી અને રામતલ માટે ગયા વર્ષની સરખામણીએ અનુક્રમે ક્વિન્ટલ દીઠ ₹ 275 અને ₹ 235 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. દરોમાં તફાવતવાળા વળતરનો હેતુ પાક વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો છે.

તમામ ખરીફ પાકો માટે બજાર સિઝન 2021-22 માટે લઘુત્તમ ટેકાના ભાવ નીચે મુજબ છે:

બજાર સિઝન 2021-22 માટે ખરીફ પાક માટે MSPમાં વધારો એ ખેડૂતોને વાજબી રીતે ન્યાયી વળતર મળે એ ઉદ્દેશથી અખિલ ભારત સરેરાશ ઉત્પાદન ખર્ચ (સીઓપી)ના ઓછામાં ઓછો દોઢ ગણા ભાવ મળે એ રીતે MSP નક્કી કરવા માટેની કેન્દ્રીય અંદાજપત્ર 2018-19ની જાહેરાતને અનુરૂપ છે. ખેડૂતોને એમના ઉત્પાદન ખર્ચ કરતા અપેક્ષિત વળતર બાજરાના કિસ્સામાં (85%) સૌથી વધારે અને ત્યારબાદ અડદ (65%) અને તુવેર (62%) મળવાનો અંદાજ છે. બાકીના પાકો માટે ખેડૂતોને એમના ઉત્પાદન ખર્ચ ઉપર ઓછામાં ઓછુ 50% વળતર મળવાનો અંદાજ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેલિબિયાં, કઠોળ અને બરછટ અનાજની તરફેણમાં MSPને ફરી ગોઠવવાના સંકલિત પ્રયાસો થયા છે જેથી ખેડૂતોને મોટો વિસ્તાર આ બધાં પાકો માટે રાખવા અને શ્રેષ્ઠ ટેકનોલોજી અને ખેત પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી શકાય, માગ-પુરવઠાનું અસંતુલન સુધારી શકાય. જ્યાં ચોખા-ઘઉં ઉગાડી નથી શકાતા એ વિસ્તારોમાં એના ઉત્પાદનને ભૂગર્ભ જળ ટેબલ પર કોઇ લાંબા ગાળાની પ્રતિકૂળ અસર વિના પ્રોત્સાહિત કરવા પોષણ સમૃદ્ધ પોષણક્ષમ અનાજ પર ધ્યાન વધારાયું છે.

આ ઉપરાંત, 2018માં સરકાર દ્વારા જાહેર કરાયેલી છત્ર યોજના ‘પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ (પીએમ-આશા) ખેડૂતોને એમના પાક માટે લાભદાયી વળતર પૂરું પાડવામાં મદદ કરશે. આ છત્ર યોજના ત્રણ પેટા યોજનાઓ પાઇલટ આધારે ધરાવે છે, જેમ કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ), પ્રાઇસ ડેફિસિયન્સી પેમેન્ટ સ્કીમ (પીડીપીએસ) અને પ્રાઇવેટ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટોકિસ્ટ સ્કીમ (પીપીએસએસ).

કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા લાવવાના ઉદ્દેશથી, ખાસ ખરીફ વ્યૂહરચના આગામી ખરીફ 2021 સિઝનમાં અમલીકરણ માટે તૈયાર કરવામાં આવી છે. તુવેર, મગ અને અડદ માટે વિસ્તાર વિસ્તરણ અને ઉત્પાદકતા વધારવા એમ બેઉ માટે વિગતે યોજના ઘડવામાં આવી છે. આ વ્યૂહરચના હેઠળ, તમામ ઉપલબ્ધ વધારે પાક આપતી બીજની વેરાયટીઓ (એચવાયવી)નું મફત વિતરણ કરવામાં આવશે જેથી એક પાક અને આંતર પાક મારફત વિસ્તાર વધારી શકાય. એવી જ રીતે, તેલિબિયાં માટે, ભારત સરકારે ખેડૂતોને ખરીફ સિઝન 2021 માટે મિનિ કિટ્સ સ્વરૂપે હાઇ યિલ્ડિંગ વેરાઇટીઝના બિયારણના મફત વિતરણની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે. ખાસ ખરીફ કાર્યક્રમ વધારાના 6.37 લાખ હેક્ટર વિસ્તારને તેલિબિયાં હેઠળ લાવશે અને એનાથી 24.36 લાખ ક્વિન્ટલ ખાદ્ય તેલ અને 120.26 લાખ ક્વિન્ટલ તેલિબિયાંનું ઉત્પાદન થવાની અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp