દેશમાં ફરી કાંદાની અછત, મોંઘવારીના સંકટથી બચવા મોદી સરકારે કાઢ્યો આ રસ્તો

PC: indianexpress.com

 

સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં કાંદાના ભાવોમાં વધારો થાય છે. કારણ કે નવા પાકની રાહ જોવાઈ રહી હોય છે પણ આ વખતે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સતત પડેલા વરસાદે કાંદાના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે અને આથી કિંમતો ખૂબ વધી છે. દિલ્હી સહિત દેશના ઘણાં ભાગોમાં શાકભાજીના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. બટાકા, કાંદા અને ટામેટાની કિંમતો ઝડપથી વધી રહી છે. જથ્થાથી લઇ છૂટક માર્કેટમાં પાછલા અમુક અઠવાડિયામાં આ ત્રણેયાના ભાવોમાં 30 થી લઇ 50 ટકાનો ઉછાળો આવ્યો છે.

જાણ હોય તો આ પહેલા માર્ચમાં જ સરકારે કાંદાની નિકાસ પર લાગેલા 6 મહિનાના બેનને પાછો ખેંચી લીધો હતો. કિંમતો નિયંત્રણમાં આવતા અને સપ્લાઇ ચેન યોગ્ય થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યા હતો. ગયા વર્ષે પણ સરકારે સપ્ટેમ્બર મહિનામાં જ કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલું જ નહીં સ્થાનીય બજારમાં ઉપલબ્ધતા વધારના માટે 850 ડૉલર પ્રતિ ટન મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ લગાવી હતી. તે દરમિયાન દેશના અમુક ભાગોમાં કાંદાની કિંમત 160 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ હતી.

 

કોરોના સંકટની વચ્ચે ઝડપથી વધતા ડુંગળીના ભાવોની વચ્ચે કેન્દ્ર સરકારે કાંદાની દરેક વેરાઈટીની નિકાસ પર તત્કાલ પ્રભાવથી રોક લગાવી દીધી છે. ગયા વર્ષની તુલનામાં સરકારે કાંદાના ભાવોમાં વધારાને લઇ તૈયાર હતી અને તેણે લગભગ 1 લાખ મેટ્રિક ટન કાંદા સ્ટોર કરી રાખ્યા છે.

જાણકારોનું કહેવું છે કે, ગયા વર્ષે કાંદાના ભાવોમાં વધારો થવાની વાતને ધ્યાનમાં રાખતા આ વખતે કેન્દ્રએ લગભગ 1 લાખ મેટ્રિક ટન કાંદા સ્ટોર કર્યા છે. જેને નેફેડ જેવી સરકારી સંસ્થાઓના માધ્યમથી વેચવામાં આવી રહી છે. આ વખતે આયાત કરવાનો નિર્ણય પણ ગયા વર્ષે નવેમ્બરના સ્થાને સપ્ટેમ્બરમાં જ કરી લેવામાં આવ્યો છે. જો આવું થયું તો ડુંગળીના ભાવ કન્ટ્રોલમાં રહેશે.

આ પહેલા ખેતીમાં સુધારના કાર્યક્રમોને લાગૂ કરવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુથી લાવવામાં આવેલા 3 અગત્યના બિલ સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા. આ ત્રણેય બિલ કોરોના કાળમાં 5 જૂન 2020ના રોજ અધિસૂચિત 3 અધ્યાદેશોનું સ્થાન લેશે.

કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કિસાન ઉપજ વેપાર અને વાણિજ્ય બિલ,2020 અને ખેડૂતોના સશક્તિકરણ અને સંરક્ષણ માટેનું બિલ,2020 લોકસભામાં રજૂ કરવામાં આવ્યા. જ્યારે આવશ્યક વસ્તુ બિલ, 2020 ગ્રાહકોના મામલા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ રાજ્યમંત્રી રાવ સાહેબ પાટિલ દાનવેએ રજૂ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp