જાણ વગર માઈનોર નર્મદા નહેર બંધ, પાક સુકાયો

PC: truthofgujarat.com

ખેડૂતોને જાણ કર્યા વગર નસવાડીમાં નર્મદાની માઈનોર નહેર એકાએક બંધ કરી દેવામાં આવતાં 7 હજાર ખેડૂતોના ખેતરમાં ઊભો લીલો પાક સૂકાઈ ગયો છે. રાજ્ય સરકારે ઉનાળામાં વાવેતર ન કરવા માટે ભલામણ કરી હતી પણ શિયાળુ પાક તૈયાર થવાનો હતો ત્યાં જ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોમાં એક આવી વાત છે કે, ભાજપને ખેડૂતોએ જ્યાં મત આપ્યા નથી ત્યાં નહેરોનું પાણી બંધ કરી દેવાનો રાજકીય નિર્ણય લેવાયો છે. જે રાજ્યપાલે સરકારને લેવડાવેલાં બંધારણીય શપથની વિરૂદ્ધ છે. નહેર હવે કોઈ કામની રહી નથી.

ખેડૂતો આશા રાખીને બેઠા છે કે જો હજુ પણ પાણી છોડવામાં આવે તો પાક બચી જાય અને તેમની મુશ્કેલી દૂર થાય. પરંતુ નિષ્ઠુર સરકાર તે અંગે કંઈ કરવા તૈયાર નથી. મુખ્ય સચિવ જે એન સીંઘ ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાથનું રાજકીય પ્યાદુ બની ગયા છે એવી લાગણી ખેડૂતોમાં જોવા મળી રહી છે. જો 15 દિવસ સુધી પાણી અપાયું હોત તો કરોડો રૂપિયાનો પાક બચી ગયો હોત. રાષ્ટ્રને તેનાથી ભારે મોટું નુકસાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp