હિંદુઓ 1 નંબરના ઢોંગી છે, ગુજરાતના રાજ્યપાલે વિવાદીત નિવેદન કરીને પલિતો ચાંપ્યો

PC: jagran.com

ગુજરાતના રાજ્યાપાલ આચાર્ય દેવવ્રતના એક નિવેદન પર વિવાદ ઉભો થઇ ગયો છે. તેમણે જૈવિક ખેતીના એક કાર્યક્મમાં બોલતી વખતે હિંદુઓ 1 નંબરના ઢોંગી હોવાનું કહ્યું હતું.

ગુજરાતના રાજ્યાપાલ આચાર્ય દેવવ્રતે હિંદુઓને ઢોંગી કહીને વિવાદનો પલિતો ચાંપી દીધો છે.  આ નિવેદન તેમણે નર્મદા જિલ્લાના પોઇચા ગામમાં જૈવિક ખેતીના વિષય પર બોલતી વખતે આપ્યું હતું. રાજ્યના બે અગ્રણી સમાચાર પત્રોએ રાજ્યપાલના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે.

આચાર્ય દેવવ્રતે કહ્યુ હતું કે લોકો જય ગૌ માતાનો જાપ કરે છે પણ એ લોકો જયાં સુધી ગાય દુધ આપે છે ત્યાં  સુધી જ ગૌશાળામાં રાખે છે. જયારે ગાય દુધ આપવાનું બંધ કરે છે ત્યારે આ લોકો ગાયને રસ્તા પર છોડી દે છે. એટલા માટે હું કહું છ કે હિંદુઓ નંબર 1 ઢોંગી છે. હિંદુ ધર્મ અને ગાય એકબીજા સાથે જોડાયેલા છે. પરંતુ અહીં લોકો સ્વાર્થ માટે જય ગૌમાતાનો જાપ કરે છે.

રાજ્યપાલે કહ્યું કે, લોકો ભગવાનને પ્રાથર્ના કરવા માટે મંદિરો,મસ્જિદો, ચર્ચ કે ગુરુદ્વારામાં જાય છે, જેથી ભગવાન તેમને આર્શીવાદ આપે. પરંતુ મારું કહેવું છે કે જો તમે જૈવિક ખેતી કરશો તો ભગવાન આપોઆપ જ પ્રસન્ન થઇ જશે. તેમણે કહ્યુ કે વૈજ્ઞાનિક પ્રમાણ સાથે કહી રહ્યો છું કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને તમે પશુઓને મારી રહ્યા છો. જો તમે જૈવિક ખેતી કરશો તો તેને કારણે પશુઓને જીવન આપશો.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રવિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સસ્ટેનેબિલિટી (IIS)માં ગુજરાત યુનિવર્સિટી દ્રારા પ્રાકૃતિક ખેતીમાં PH.D. કાર્યક્રમની શરૂઆત કરી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં BSC, MSC. PH.D ઉપરાંત પ્રાકૃતિક ખેતી PH.D કાર્યક્રમ કોઇ યુનિવર્સિટીમાં આવા પ્રકારનો પહેલો કાર્યક્રમ હશે.

તેમાં પર્યાવરણીય વ્યવસ્થાપન, નવીનતા, સાહસિકતા, કૃષિ સાહસિકતા, કૃષિ વ્યવસાય, મૂલ્ય સાંકળ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp