ધાણા આપે ધનઃ સૌરાષ્ટ્રમાં ધાણાની ખેતી વધી રહી છે, જૂનાગઢ અવ્વલ, ગુજરાત દેશમાં...

PC: krishijagran.com

રસોઈમાં ધાણાની સુગંધ ઉમેરાય ત્યારે જ ભોજનની લહેજત આવે છે. દર શિયાળામાં ધાણાનું વાવેતર થાય છે. આ વર્ષે સારા વરસાદ પછી ભૂગર્ભમાં સારું પાણી રહેવાથી ધાણાનું વાવેતર વ્યાપક પ્રમાણમાં વધે તેવું ખેડૂતોનું વલણ જોવા મળે છે. 10 વર્ષમાં 100 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2019-20માં 86175 હેક્ટર ખેતરમાં ધાણાનું ઉત્પાદન 1.29 લાખ ટન થયું હતું. 10 વર્ષમાં વાવેતરમાં 100 ટકા વધારો થયો છે. પણ ઉત્પાદનમાં પણ બે ગણો વધારો થયો હતો. આમ ધાણાંના ઉત્પાદન વધ્યું પણ ઉત્પાદકતામાં કોઈ ખાસ ફર્ક પડ્યો નથી. ધાણીની ખેતી કરનારા ખેડૂતો ધનવાન બની રહ્યાં છે. એક વીઘે સલામત રીતે રૂ.1 લાખની કમાણી કરી લે છે.

વાવેતર 500 ટકા વધશે

સામાન્ય રીતે ધાણાનું વાવેતર છેલ્લા 3 વર્ષની સરેરાશ પ્રમાણે 62641 હેક્ટર થાય છે. નવેમ્બરના બીજા અઠવાડિયાના આંતમાં ગયા વર્ષે 4118 હેક્ટરમાં વાવેતર થયું હતું. તેની સામે આ વર્ષે આ સમયગાળામાં 23695 હેક્ટરમાં વાવેતર થયું છે. જે વધારે વાવેતર થાય એવું ખેતીનું વલણ છે. ગયા વર્ષ કરતાં 6 ગણું વાવેતર થયું છે. જે આ સીઝનમાં ગયા વર્ષ કરતાં 500 ટકા વધારે વાવેતર થાય તો ના નહીં. કારણ કે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ધાણાના વાવેતર પર વધારે પસંદગી ઉતારી છે. જે કંઈ વાવેતર થયું છે તે તમામ સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને કચ્છમાં થયું છે.

દેશમાં બીજું સ્થાન મેળવશે

મધ્ય પ્રદેશમાં 3.83 લાખ ટન, રાજસ્થાનમાં 1.30 લાખ ટન અને પછી ગુજરાતમાં ઘણાંનું ઉત્પાદન 1.16 લાખ ટન થાય છે. આ વખતે રાજસ્થાનથી આગળ નિકળીને ગુજરાત બીજા નંબરનું સ્થાન મેળવી લેશે. 2017-18ના આંકડા છે. 2005માં ધાણાના ઉત્પાદનમાં ગુજરાતનું કોઈ સ્થાન ભારતમાં ન હતું. હવે તે બીજા નંબર સુધી પહોંચી ગયું છે. જો કૃષિ વિશ્વ વિદ્યાલય નવા બિયારણ શોધીને ખેડૂતોને આપે તો ઉત્પાદન વધારીને ભારતમાં પહેલાં નંબર પર પહોંચતા બે વર્ષ લાગે તેમ છે. ભારતમાં 2005માં 3.40 લાખ હેક્ટરમાં 2.23 લાખ ટન ધાણા પેદા થયા હતા.

જૂનાગઢ જિલ્લો અવ્વલ

છેલ્લાં 15 વર્ષથી જુનાગઢ જિલ્લાના ખેડૂતો ધાણાના વાવેતર અને ઉત્પાદનમાં એકાધિકાર ધરાવે છે. તેમની ધાણા ઉગાડવાની હોંશિયારી કોઈ જિલ્લાના ખેડૂતો તોડી શકતાં નથી. 2005માં 3 જિલ્લાને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં વાવેતર થતું હતું. હવે એવું નથી. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને બાદ કરતાં રાજ્યના બીજા જિલ્લાઓના ખેડૂતોએ ધાણા ઉગાડવાનું ઘણું ઓછું કરી દીધું છે. તેમાંએ દક્ષિણ ગુજરાતના ખેડૂતો ધાણાના બિયાં પેદા કરવાનું બંધ કરી દીધું છે.

ગુજરાતના અડધા ધાણા જૂનાગઢ પકવે છે

2009-10માં 28675 હેક્ટરમાં 42649 ટન ધાણાનું ઉત્પાદન થયું હતું. જેમાં સૌથી વધું વાવેતર  જૂનાગઢમાં 17351 હેક્ટરમાં 22971 ટન ઉત્પાદન થતું હતું. રૂ.200થી 300 કરોડની ધાણી એટલું જૂનાગઢ પેદા કરે છે. જે ગુજરાતના 50 ટકાથી વધું ઉત્પાદન અને વેચાણ કરે છે. 2010-11માં જૂનાગઢમાં 2100 હેક્ટરમાં વાવેતર હતું. તેની સામે અમરેલીમાં 600, જામનગરમાં 200 અને પોરબંદરમાં 500 હેક્ટર વાવેતર થયા હતા. 1487 કિલો એક હેક્ટરે સરેરાશ ઉત્પાદન થતું હતું.

10 વર્ષ પહેલા

2005થી 2010 સુધીના 5 વર્ષમાં 70 ટકા વાવેતર વિસ્તાર વધ્યો હતો. આ ગાળામાં તેની સામે 30 ટકા ઉત્પાદતામાં ઘટાડો થયો હતો. 2005-06માં 8669 હેક્ટરમાં 18417 ટન માલ પેદા થયો હતો. રાજ્યમાં જૂનાગઢમાં 3 હજાર હેક્ટરમાં 8790 ટન ધાણા થયા હતા. 

90 દિવસમાં પાક તૈયાર

ધાણાનું વાવેતર નવેમ્બરથી જાન્યુઆરી સુધી કરવામાં આવે છે. બીજ માટે  80-90 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. જેમાં એરંડીનો ખોળ નાંખવાથી સારો ફાયદો થાય છે. ટૂંકા ક્યારા રાખવાથી ઉત્પાદન વધે છે. લગભગ 7 પિયતમાં તૈયાર થઈ જાય છે.20થી 30 મણ એક વીઘે ઉત્પાદન થાય છે. ઓછામાં ઓછું 8 મણ તો થાય છે જ તેથી ખેડૂતો તેને સલામત પાક માને છે. ધાણાનો મોટો અને ગોળ દાણો હોય છે. 1000થી 1500 ભાવ મળે છે. મસાલામાં ધાણાની માંગ વધું છે. ધાણાના લીલા છોડ કાપીને નાની ઝૂડી બનાવી ભીના કંતાનમાં લપેટીને શાકભાજી બજારમાં કોથમીર તરીકે મોકલવામાં આવે છે. 5 જિલ્લામાં વધું પાક લેવાય છે. નવા વિસ્તારોમાં પાક ઉગાડી શકાય તેમ છે. પાક ઓછા ખર્ચમાં થાય છે. ધાણામાં કમાણી સારી છે. ફૂગનાશક દવા વધું છાંટવી પડે છે. મોલો મસી આવે છે.

 દાંતીવાડા કોથમીર - 1 જાત

ગુજરાતમાં કોથમીર માટે દાંતીવાડા કોથમીર - 1 જાત 2014થી શોધીને ખેડૂતોને આપવામાં આવી છે. જે પંજાબ સુગંધ અને  ગુજરાત ધાણા - 2 જાત કરતાં અનુક્રમે 11.3 અને 76 ટકા વધુ ઉત્પાદન વધારે આપે છે. હેકટર દીઠ 32 ટન પાકે છે. મહત્તમ  ઉત્પાદન 45 થી 70 ટન સુધી લીલા ધાણાં પાકે છે. પાન મૃદુ અને વધુ સુગંધ ધરાવે છે. ઘણું કલોરોફીલ હોવાથી ઘાટો લીલો રંગના પાન આવે છે. સંગ્રહ શક્તિ સારી છે. તેલ 0.05 ટકા સુધી મળતું હોવાથી સારી સુગંધ નિકળે છે. મૂળ કાઢી લીધા પછી લીલા પાનનું ઉત્પાદન 20 ટન સુધી હેક્ટરે મળે છે. તેથી સુકા પાનના નિકાસ માટે સારી જાત છે.

 ખેડૂતોના અનુભવ

બારડોલીના ખેડૂત ભાવિકભાઈ સજીવ ધાણા પકવે છે. વીઘે 15 મણ ઉત્પાદન સાથે સાદા ધાણાં 20 કિલોના રૂ.800 આસપાસના ભાવ મળ્યા હતા. જૂનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતો એજ જમીન પર બીજા વર્ષે ધાણા ઉગાડતાં નથી કારણ કે તેમ કરવાથી સૂકારાનો રોગ વધું આવે છે. બીજા વર્ષે ચણા વાવે છે. કિશોરભાઇ દલવાડી નામના ખેડૂત ધાણા અને સુર્યમુખી, ધાણા અને કપાસ, ઘઉં, વરિયાળી અને કાળી જીરીની ખેતી આંતર પાક તરીકે કરે છે.

 ભારતની બજાર

ધાણાની ખેતી લીલા પાંદડા અને બિંયા માટે થાય છે. એક છોડને 3 વખત કાપીને વેચવામાં આવે છે. ઉત્પાદન 130 ક્વિન્ટલ થાય છે. ક્વિન્ટલના 1000 રૂપિયાના સરેરાશ ભાવે વેચાય છે. આ રીતે, તેની આવક 1,30,000 રૂપિયા થાય છે. ઉત્પાદનની આવકના 30 ટકા ખર્ચ થાય છે. 90 હજારનો નફો મળે છે. પિયત પાક 15 થી 20 ક્વિન્ટલ બી આપે છે. વર્ષ 2017-18માં ભારતમાં ધાણાનું ઉત્પાદન 866800 ટન નોંધાયું હતું. વર્ષ 2018-19માં ધાણાનું ઉત્પાદન માત્ર 247000 ટન હતું. ભારતમાં ધાણા ઉત્પાદન લગભગ 1.25 કરોડ થેલા છે.કોથમીરનું ઉત્પાદન રામગંજ, બારા, ભવાની મંડળી, રાજસ્થાનના ભાગોમાં થાય છે. મધ્ય પ્રદેશમાં, ગુણા, કુંભરાજ, બીનાગંજ, ઉજ્જૈન, આગર, સુસ્નર, જીરાપુર, માચલપુર, નીમચની આસપાસ છે. ગોંડલ, જૂનાગઢ અને સૌરાષ્ટ્ર એ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ધાણા મૂળ ઇજિપ્ત, તુર્કી અને પૂર્વ ભૂમધ્ય પ્રદેશના છે. મુખ્યત્વે ભારત, મોરોક્કો, બલ્ગેરિયા, રોમાનિયા, કેનેડા, ચીન, સિરીયામાં ઉગાડવામાં આવે છે. ધાણાના કુલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 80% કરતા વધારે છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp