કોથમીર રૂ.2.50ની કિલો, અમદાવાદના ખેડૂતોની માઠી શરૂ

PC: huffingtonpost.in

અમદાવાદના ખેડૂતો ફરી એક વખત દેવાના ડૂંગર તળે દબાય જાય એવો ઘાટ સર્જાયો છે. ખેડૂતો બજારમાં પોતાનો માલ વેચવા જાય છે ત્યારે તેમને બહુ ઓછા ભાવ મળી રહ્યાં છે. કેટલાં ભાવ જત્થાબંધ બજારમાં મળે છે તે અંગે ધોળકાના ખેડૂતો સાથે વાત કરતાં ખ્યાલ આવે છે. એક મણ એટલે કે 20 કિલોનો આવ આ પ્રમાણે ખેડૂતોને મળી રહ્યો છે.

ટામેટા રૂ.80થી 100, ધાણા રૂ.50, રીંગણ ભટ્ટા રૂ.60થી 70, લીલી તુવેર રૂ.200, કોબી રૂ.80થી 100, ફ્લાવર કોબી રૂ.100થી 120. છેલ્લાં એક અઠવાડિયાથી ભાવો તૂટી રહ્યાં છે. તેમણે વાવેતર કર્યું તેનું ખાતરનું ખર્ચ પણ નિકળતું નથી. કેટલાંક શાકભાજી એવા છે કે જે છોડ કે વેલા પરથી ઉતારવાની મજૂરી પણ ખેડૂતોને મળતી નથી. ખેડૂતોની માઠી બેઠી છે. તેઓ દેવા હેઠળ વધારે દબાઈ રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.