ધંધુકા નર્મદા કેનાલમાં ગાબડાં ભ્રષ્ટાચારને ચાડી ખાય છે

PC: khabarchhe.com

ધંધુકા તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેર ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગઈ છે. પવિત્ર નર્મદા મૈયાના નામે ભ્રષ્ટાચાર ભાજપના સમયમાં ભારે થયો હોવાના અનેક પુરાવા બહાર આવી રહ્યાં છે. ધંધુકા શહેરની બાજુમાંથી પસાર થતી નર્મદા નહેર તૂરી-ફૂટી ગઈ હતી. તેને સારી બનાવી તેના છ મહિનામાં ફરીથી તૂટી ગઈ હતી. સરદાર સરોવર નર્મદા નિગમે અહીં લાખોના બિલ બનાવીને નહેર રીપેર કરી હતી તેના છ મહિનામાં ફરીથી તૂટી ગઈ છે.

સરદારના નામે યોજના બનાવી અને નર્મદા યોજનામાં રાજનેતાઓએ અને અધિકારઓએ લૂંટ ચલાવી હતી. તેના પુરાવા અહીં લીમડી શાખા નહેરમાં મળે છે. ખેડૂતોની જીવાદોરી સમાન નહેરમાં ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં થયો હોવાનું અહીં જોનારા કોઈ પણ નાગરિક કહી શકે તેમ છે. અમદાવાદ હાઈવેથી બાવાહનુમાન મંદિરના વિસ્તારમાં નહેર અનેક સ્થળે મોટો પોપડા ઉખડી ગયા છે. નીચે માટી દેખાવા લાગી છે. નહેર ગમે ત્યારે તૂટી શકે છે. 70 વર્ષ સુધી જેને કંઈ ન થવું જોએએ તે સિમેંટ કોંક્રીંટ ઉખડી ગયા છે. પાણી બંધ કરી દેવાતાં અહીં ભ્રષ્ટાચાર ઉઘાડો પડી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp