ગોંડલમાં જીરાનો પાક નિષ્ફળ, રવિ પાકમાં જીરૂનો પાક ન થતાં જગતના તાતની હાલત કફોડી

PC: khabarchhe.com

ગોંડલ પંથકમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી બદલાયેલા હવામાનની માઠી અસર ખેડૂતોએ કરેલા જીરૂના પાક ઉપર પડતી જોવા મળી છે. ખેડૂતોએ છેલ્લા વીસ-વીસ દિવસથી વાવેતર કરેલા જીરૂનો પાક અનુકૂળ હવામાન ન હોવાને કારણે કિંમતી બિયારણો, ખાતર, દવા સહિતની વસ્તુઓ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટના ગોંડલ, જેતપુર, વિરપુર, ધોરાજી સહિતના સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં છેલ્લાં ચાર પાંચ દિવસથી હવામાનમાં પલ્ટો જોવા મળ્યો છે. શિયાળાની ૠતુનો પ્રારંભ થયો હોવા છતાં પણ હવામાનમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જોઈએ તેવો ઠંડીનો ચમકારો જોવા મળતો નથી. તો બીજી તરફ દુષ્કાળગ્રસ્ત વર્ષ હોવા છતાં રવિ પાકમાં ખેડૂતો ઓછા પાણીએ પાકતા ચણા, જીરૂ જેવાં પાકોનું વાવેતર કરી રહ્યાં છે. હાલમાં ગોંડલ પંથકમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી બદલાયેલા હવામાનની માઠી અસર ખેડૂતોએ કરેલા જીરૂના પાક ઉપર પડતી જોવા મળી છે. ખેડૂતોએ છેલ્લા વીસ-વીસ દિવસથી વાવેતર કરેલાં જીરૂનો પાક અનુકૂળ હવામાન ન હોવાને કારણે કિંમતી બિયારણો, ખાતર, દવા સહિતની વસ્તુઓ ગુમાવી દેવાનો વારો આવ્યો છે.

એક બાજું ગોંડલ પંથકમાં દુષ્કાળગ્રસ્ત વર્ષમાં ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના ગુમાવેલા પાકોનો માર અને બીજી તરફ રવિ પાકોમાં જીરૂના મોંઘાદાટ ગુમાવેલા બિયારણોએ જગતાતની હાલત કફોડી કરી મૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp