લદાખની જેમ ડાંગ પણ ઓર્ગેનિક જિલ્લો છે પરંતુ માર્કેટિંગ માટે સરકારી મદદ નહીંવત

PC: gujratimedia.com

લદાખના ઉત્પાદનોના બ્રાંડિંગ અને પ્રમોશન માટે એપેડા વિશેષ સહાય આપશે. વર્ષ 2025 સુધીમાં લદ્દાખને ઓર્ગેનિક ઝોન બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. દવા માટે ઉપયોગ થાય છે તે સી બકથોર્ન નામના ફળના બ્રાન્ડિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવશે. જે વિટામિન સી, ઓમેગા અને અન્ય આવશ્યક પોષક તત્વોથી ભરપુર ફળ છે. વળી, ખેડુતોને -25 ડિગ્રી સેન્ટીગ્રેડમાં ઉગતા પાંદડાવાળા શાકભાજી ઉગાડવામાં મદદ મળી રહી છે. ડાંગના 30 હજાર ખેડૂતોની 15 ખેત પેદાશોને એપેડા બજાર ઊભું કરવા કામ કરે એવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે.

ગુજરાતમાં ડાંગ જિલ્લો ઓર્ગેનિક બનાવવામાં આવી રહ્યો છે પણ તેને માટે એપેડાઈ આજ સુધી કોઈ મદદ કરી નથી. તેથી હવે કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલા સમક્ષ ડાંગને મદદ કરવા માટે ગુજરાત સરકાર પર દબાણ વધી રહ્યું છે.લદ્દાખથી કૃષિ પેદાશોના નિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારના બાગાયત, કૃષિ, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓના સહયોગથી એપીડાએ, કૃષિ પેદાશોના નિકાસને પ્રોત્સાહન આપવા, ખેડુતો તેમજ ઉદ્યમીઓની તૈયારીમાં વધારો એક વ્યાપક ક્રિયા યોજના.

લદાખના અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન એપેડા અધિકારીઓએ ખેતીમાં રસાયણોનો ઓછામાં ઓછો વપરાશ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. બ્રાંડિંગમાં મદદ માટે એપેડાએ રસાયણો અને ખાતરોનો ઉપયોગ ન કરવા તાકીદ કરી છે. વર્ષ 2025 સુધીમાં લદ્દાખને ઓર્ગેનિક ઝોન બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. લદાખના ઉત્પાદનોના બ્રાંડિંગ, પ્રમોશન અને માર્કેટિંગ માટે તકનીકી સહાય પૂરી પાડશે.

મિશન ઓર્ગેનિક માટે ઓર્ગેનિક સ્ટડી ગ્રુપ બનાવ્યું છે, જે 'ઓર્ગેનિક' સર્ટિફિકેશન અને તેના પ્રમાણપત્ર આપવા માટેના દસ્તાવેજો તૈયાર કરવાના વિવિધ તબક્કામાં પ્રક્રિયા તૈયાર કરી અમલીકરણ કરી રહ્યું છે. એપેડા લેહ અને લદાખ જિલ્લાના કૃષિ અને બાગાયત વિભાગો, શેર-એ-કાશ્મીર કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિવર્સિટી, ડીઆઈએઆર, જમ્મુ અને લદ્દાખમાં કૃષિ ક્ષેત્રના વ્યાપક વિકાસ માટે સતત કાર્યરત છે.

ડાંગના 310 ગામના 30 હજાર ખેડૂતો પાસે 53,000 હેક્ટર જમીન છે. જે 5 વર્ષમાં ઓર્ગેનિક ફાર્મિંગમાં બદલવાની હતી. ખેડૂતોને પ્રોસેસીંગ અને વેલ્યૂ એડિશન કરવા સાથે માર્કેટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હાલ કોઈ વ્યવસ્થા નથી. તે માટે કેન્દ્ર સરકારની કોઈ મદદ મળી રહી નથી.

ડાંગમાં સજીવ પાક તરીકે

ચોમાસામાં 12 પ્રકારના ડાંગરની જાતો છે. જેમાં દૂધ મલાઈ, લાલ બાવટે, કુડિયા, બંગાળો, આંબમોર, તુલસે, કાજળહરે, ખડસી, પેજીયા, મશુરી, કોલપી, ચિમનસાળ, ઘુડિયા, ટાયચુન, કાળોભાત, સટીયા, દુમનીયા, કમોદ, , કવચી, કડા, ચીરલી, લાલકડા, દૂધમલાઈ, કાંજણ હરે, દેશી કોલમ, લાલ નાગલી, દેશી અડદ દાળ, તુવેર દાળ, મગફળી, વરઈ, સોયાબીન, ચણા, ઘઉં, કેરી, મગફળી, શાકભાજી, કાજુ  તથા ખરસાણી, સફેદ અને લાલ નાગલી, વરી, સાવા, બરટી, કોદરા, ભાદલા, રાઅ જેવા પાકો  પરંપરાગત ખેતી પધ્ધતિ પેદા થાય છે. જેનું વિશ્વ કક્ષાએ બજાર શોધી આપવા માટે એપેડા મદદ કરતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp