DAP ખાતરના વેચાણ પર પ્રતિબંધ, સુરત ખેડૂત ખરીદ વેચાણ સંઘ દ્વારા નિર્ણય લેવાયો

PC: youtube.com

ગુજરાતના જાણે કૌભાંડની સીઝન આવી હોય તેવું લાગી રહ્યું છે, પહેલા મગફળી કૌભાંડ ત્યારબાદ તુવેર કૌભાંડ અને હવે ખાતર કૌભાંડ બહાર આવ્યું છે. GSFC દ્વારા બનાવવામાં આવેલુ સરદાર DAP ખાતરની 50 કિલોની બોરીઓમાં સરેસાર 500થી 700 ગ્રામ જેટલું વજન ઓછું આવી રહયું છે, જેના કારણે DAPનું ખરીદી કરતા તમામ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે સુરતના ઓલપાડ ખેડૂત ખરીદ વેચાણ સંઘ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, સુરતના અને તેની આસપાસના ગામના ખેડૂતોને DAP ખાતરની વેચાણ નહીં કરવું પડે. DAP ખાતરની બોરીનું વજન ઓછું આવાના કારણે આ નિર્ણય લેવમાં આવ્યો છે.

ખેડૂત સમાજના આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સરદારનું જે DAP ખાતર છે, તેની તમામ ગુણોમાં ઘટ છે. 500 ગ્રામથી લઇને 700 ગ્રામની ઘટ છે. સરદારનું જે સલ્ફેટ છે, તેમાં ઘટ નથી પણ સરદારનું ઈમ્પોર્ટેટ DAP છે, તે કંડલા બંદરે કે, જ્યાં ઈમ્પોર્ટ થયું હશે. ત્યાં તેમના જે કારખાના છે અને તેમના જે કોન્ટ્રાક્ટર છે, તેને બોવ મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું અમારું માનવું છે.

આ કંપની વર્ષો જૂની કંપની છે, કંપનીએ લોકોને વિશ્વાસ તોડ્યો છે. આજે અમે ખેડૂતોએ નક્કી કર્યું છે કે, આ ખાતરનું હાલ પુરતું વેચાણ બંધ કરી દઈએ છીએ અને આવનારા દિવસોમાં જે ઘટ આવે છે. તે ખાતરની ગુણો અમે કંપનીને આપવા જઈ રહ્યા છીએ. દક્ષીણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી છે અને 10 લાખથી પણ વધારે ખેડૂતો શેરડીનું ઉત્પાદન કર્તા તમામ DAPનું આ ખાતર વાપરતા હોય છે. જેના કારણે ખેડૂતો માટે આ ચિંતાનો વિષયએ એટલે ખેડૂતોએ ચિંતામાં આવીને સરદાર DAPએ અમારા પર અવિશ્વાસ કર્યો છે એટલે અમે તેના વેચાણ પર પ્રતિબંધ લાવીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp