દેશના અન્નદાતાઓ પર છે 17 લાખ કરોડનું દેવું, કેન્દ્રએ કહ્યુ- લોન માફીનો પ્લાન નથી

PC: indianexpress.com

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બેગણી કરવા માટે ઘણી યોજનાઓનું સંચાલન કરી રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે પણ ઘણાં અવસરો પર કહ્યું હતું કે સરકાર ખેડૂતોની આવક બેગણી કરવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે તન-મનથી કામ કરી રહી છે. ખેડૂતોની વાત થાય અને તેમના દેવામાફીનો મુદ્દો ન આવે એવું ભાગ્યે જ થાય છે.

આ મુદ્દો સંસદમાં ઊભો થયો અને સરકારને પૂછવામાં આવ્યું કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોની લોનમાફ કરવાની યોજના બનાવી રહી છે? આના પર લેખિત જવાબ આપતા નાણા રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડે સંસદને જણાવ્યું કે ખેડૂતોની દેવામાફીને લઇ હાલમાં સરકારની કોઇ યોજના નથી. નાબાર્ડના આંકડા અનુસાર, દેશના ખેડૂતો પર આ સમયે 16.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.

સાથે જ સરકારે સંસદમાં ખેડૂતોના દેવાથી જોડાયેલા પૂરા ડેટા પણ રજૂ કર્યા જેમાં દરેક રાજ્યોના ખેડૂતો પર દેવાનો હિસાબ છે. આ દસ્તાવેજ અનુસાર સૌથી વધારે દેવામાં ડૂબેલ ખેડૂતવાળા રાજ્યોમાં તમિલનાડુ સૌથી ઉપર છે. તમિલનાડુના ખેડૂતો પર 1.89 લાખ કરોડનું દેવું છે.

રાજ્યવાર દેવાદાર ખેડૂતોની સંખ્યા અને તેમનું દેવું(કરોડોમાં)

આ 5 રાજ્યોના ખેડૂતો પર સૌથી વધારે દેવું-

તમિલનાડુ- 189623.56 કરોડનું દેવું

આંધ્રપ્રદેશ- 169322.96 કરોડનું દેવું

ઉત્તર પ્રદેશ- 155743.87 કરોડનું દેવું

મહારાષ્ટ્ર- 153658.32 કરોડનું દેવું

કર્ણાટક- 143365.63 કરોડનું દેવું

આ 5 રાજ્યોમાં સૌથી વધારે ખાતા પર દેવું-

તમિલનાડુ- 1,64,45,864 ખાતા પર દેવું

ઉત્તર પ્રદેશ- 1,43,53,475 ખાતા પર દેવું

આંધ્રપ્રદેશ- 1,20,08,351 ખાતા પર દેવું

કર્ણાટક- 1,08,99,165 ખાતા પર દેવું

મહારાષ્ટ્ર- 1,04,93,252 ખાતા પર દેવું

આ 5 રાજ્યોના ખેડૂતો પર સૌથી ઓછું દેવું-

દમણ અને દીવ- 40 કરોડનું દેવું

લક્ષદ્વીપ- 60 કરોડનું દેવું

સિક્કિમ- 175 કરોડનું દેવું

લદ્દાખ- 275 કરોડનું દેવું

મિઝોરમ- 554 કરોડનું દેવું

આ 5 રાજ્યોમાં સૌથી ઓછા ખાતાઓ પર દેવું-

દમણ અને દીવ- 1,857 ખાતા પર દેવું

લક્ષદ્વીપ- 17,873 ખાતા પર દેવું

સિક્કિમ- 21,208 ખાતા પર દેવું

લદ્દાખ- 25,781 ખાતા પર દેવું

દિલ્હી- 32,902 ખાતા પર દેવું

હાલમાં જ પંજાબ સરકારે ખેડૂતોના 590 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાનું એલાન કર્યું છે. આ દેવામાફી મજૂરો અને ભૂમિહીન કૃષક સમુદાય માટે કૃષિ દેવા માફી યોજના હેઠળ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જણાવી દઇએ કે પંજામાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 5.64 લાખ ખેડૂતોનું 4624 કરોડ રૂપિયાનું દેવું માફ કરવામાં આવી ચૂક્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોના દેવાને માફ કરવાની વાત કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp