5 દિવસથી સૌરાષ્ટ્રમાં ઝાકળ પડતા સંવેદનશીલ પાક જીરૂમાં ખેડૂતોને કરોડોનું નુકસાન

PC: khabarchhe.com

2019-20 કરતાં 2020-21માં જીરુનું વાવેતર ઓછું થયું છે. 4.88 લાખ હેક્ટરની સામે 4.69 લાખ હેક્ટર વાવેતર થયું છે. પાણી હોવા છતાં 19 હજાર હેક્ટર ઓછું વાવેતર કરવાનું કારણ જીરૂનો સંવેદનશીલ પાક છે. ગયા વર્ષે ખેડૂતોને જીરૂમાં ભાવ અને ઉત્પાદનમાં માર પડ્યો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ઝાકળ રહેતી હોવાથી જીરૂના પાકને મોટું નુકસાન થયું છે. 3.85 લાખ ટન જીરૂ પાકવાની ધારણા હતી. ગુજરાતમાં હેક્ટરે 801 કિલો જીરૂ પાકે છે. જેમાં ઝાકળના કારણે 20 ટકા જેવું નુકસાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં થયું છે. 80 હજાર ટન જીરૂં ગુમાવવું પડ્યું છે. હાલમાં બજારમાં એક ટનનો ભાવ રૂપિયા 2500 છે. તે હિસાબે 5 દિવસની ઝાકળે રૂપિયા 1 હજાર કરોડનું નુકસાન થયું છે.

હવામાન વિભાગ ઝાકળ આવવાની આગાહી કરે છે પણ તે ખેડૂતો સુધી પહોંચતી ન હોવાથી તેનાથી કરોડો રૂપિયાનો કૃષિ પાક ગુમાવવો પડે છે. બાદળ થાય તો પણ જીરૂના પાકને મોટું નુકસાન થાય છે. વાદળા અને ઝાકળથી છાસીયું અને ફાલ ખરી ગયો છે.

જો હવામાન વિભાગ સમયસર આગાહી કરી તો ખેડૂતોને ફાયદો થઈ શકે. જ્યારે ઝાકળ આવવાની આગાહી હોય તેના થોડા દિવસ પહેલાં સિંચાઈનું પાણી આપવાનું બંધ કરી દેવામાં આવે છે. માઈકોજેમ પાઉડરનો છંટકાવ કરવાથી જીરૂને કંઈક અંશે બચાવી શકાય છે. છોડ પર ઝાકળનું પાણી બાજી જાય તેને ખંખેરવા માટે ખેતરમાં સાડી જેવા કાપડ ફેરવીને તેને દૂર કરવામાં આવી રહ્યાં છે.

રાજ્યમાં સૌથી વધું નાનકડા વિસ્તાર એવા દ્વારકામાં 88 હજાર હેક્ટર વાવેતર થયું છે. બનાસકાંઠા 77 હજાર હેક્ટર, સુરેન્દ્રનગર 75 હજાર હેક્ટર, કચ્છ 72 હજાર હેક્ટર વાવેતર થયું છે. 65 ટકા વાવેતર સૌરાષ્ટ્રના 11માંથી 9 જિલ્લામાં થયું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લામાં કોઈ વાવેતર નથી.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp